Home /News /ipl /VIDEO: રિકી પોન્ટિંગના દીકરાએ ફૂટબોલમાં ઋષભ પંતને હરાવ્યો! જુઓ કેવી રીતે DC કેપ્ટન ફ્લેચરને બોલથી દૂર લઈ ગયો
VIDEO: રિકી પોન્ટિંગના દીકરાએ ફૂટબોલમાં ઋષભ પંતને હરાવ્યો! જુઓ કેવી રીતે DC કેપ્ટન ફ્લેચરને બોલથી દૂર લઈ ગયો
હૈદરાબાદ સામેની મેચ પહેલા ઋષભ પંત રિકી પોન્ટિંગના પુત્ર સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યો હતો. (PIC-સ્ક્રીનગ્રેબ)
Rishabh Pant Plays Football with Ricky Ponting Son:IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં દિલ્હીના કેપ્ટન પંત અને ફ્લેચર પોન્ટિંગ ફૂટબોલ રમી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફ્લેચરે પંત પાસેથી ઘણી વખત બોલ છીનવવાનો પ્રયાસ કર્યો અને તે તેમાં સફળ પણ થયો હતો.
આઇપીએલની 50મી મેચમાં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad)ની ટીમો સામસામે ટકરાઇ રહી છે. આ મેચના એક દિવસ પહેલા દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) - મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં પંત ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting)ના પુત્ર ફ્લેચર પોન્ટિંગ (Fletcher Ponting) સાથે ટ્રેનિંગ સેશન દરમિયાન ફૂટબોલની મજા લેતા જોવા મળે છે. પોન્ટિંગ હાલમાં તેના પરિવાર સાથે ભારતમાં છે.
IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં દિલ્હીના કેપ્ટન પંત અને ફ્લેચર પોન્ટિંગ ફૂટબોલ રમી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફ્લેચરે પંત પાસેથી ઘણી વખત બોલ છીનવવાનો પ્રયાસ કર્યો અને તે તેમાં સફળ પણ થયો હતો. પંતે ફ્લેચરને પોતાના ખોળામાં ઉઠાવ્યો અને તેને બોલથી દૂર લઈ ગયો હતો. આ પછી પણ તે ફ્લેચર પાસેથી બોલ છીનવી શક્યો નહોતો. બંને લાંબા સમય સુધી ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. પંત મુખ્ય કોચના પુત્રની ફૂટબોલ કુશળતાથી પ્રભાવિત થયા હતા.
ડાબોડી બેટ્સમેન રિષભ પંતે વર્તમાન IPLની 9 મેચમાં 234 રન બનાવ્યા છે, જેમાં 44 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ દરમિયાન તેણે 26 ફોર અને 9 સિક્સર ફટકારી છે. આ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં પંત હાલમાં 25માં નંબર પર છે. ગયા વર્ષે પંતને સુકાની બનાવવામાં રિકી પોન્ટિંગની ભૂમિકા રહી હતી. શ્રેયસ અય્યરને ઈજા થતાં IPLની 14મી સિઝનમાં પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
પંતે તેની ડેબ્યૂ કેપ્ટનસી સીઝનમાં જ દિલ્હીને પ્લેઓફ સુધી પહોંચાડી હતી. IPL 2022 મેગા ઓક્શન પહેલા દિલ્હી દ્વારા પંતને જાળવી રાખવામાં આવ્યો હતો. IPLની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. પંતની કપ્તાનીમાં દિલ્હીએ 9માંથી 4 મેચ જીતી છે. પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સે જો પ્લેઓફમાં પહોંચવું હોય તો મેચ મોટા અંતરથી જીતવી પડશે. જેથી તેનો નેટ રનરેટ વધુ સારો થઈ શકે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર