VIDEO: 12 મેચ... 3 વખત ગોલ્ડન ડક, આઇપીએલમાં આખરે વિરાટ કોહલીને થયું શું છે?
VIDEO: 12 મેચ... 3 વખત ગોલ્ડન ડક, આઇપીએલમાં આખરે વિરાટ કોહલીને થયું શું છે?
IPL 2022માં વિરાટ કોહલી ત્રીજી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. (PIC-સ્ક્રીનગ્રેબ)
IPL 2022: એકંદરે વિરાટ કોહલી IPLમાં છઠ્ઠી વખત પ્રથમ બોલ પર આઉટ થયો છે. વર્ષ 2008માં પહેલીવાર આશિષ નેહરાએ તેને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. ત્યારે નેહરા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો. વર્ષ 2014માં પંજાબ કિંગ્સના બોલર સંદીપ શર્માએ જ્યારે 2017માં કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર-નાઈલે તેને પહેલા જ બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો.
વિરાટ કોહલી (Virat Kohli) આઇપીએલ (IPL)ની 15મી સિઝનમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે IPL 2022 ની 54મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. વર્તમાન IPLમાં વિરાટ ત્રીજી વખત 'ગોલ્ડન ડક' (golden duck)નો શિકાર બન્યો છે. મેચની પ્રથમ ઓવરના પહેલા જ બોલ પર સ્પિન બોલર જગદીશા સુચિથે (Jagadeesha Suchith) કોહલીને પેવેલિયન મોકલી દીધો હતો. વિરાટે સુચિતના બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો જે શોર્ટ મિડવિકેટ તરફ ગયો અને SRH કેપ્ટન કેન વિલિયમસને તેને પકડવામાં કોઈ ભૂલ કરી નહીં.
એકંદરે વિરાટ કોહલી IPLમાં છઠ્ઠી વખત પ્રથમ બોલ પર આઉટ થયો છે. વર્ષ 2008માં પહેલીવાર આશિષ નેહરાએ તેને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. ત્યારે નેહરા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો. વર્ષ 2014માં પંજાબ કિંગ્સના બોલર સંદીપ શર્માએ જ્યારે 2017માં કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર-નાઈલે તેને પહેલા જ બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ મુંબઈના ડીવાય પાટીલ ખાતે રમાયેલી મેચમાં વિરાટને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. જે બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર માર્કો યેનેસને તેને પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો.
33 વર્ષીય વિરાટ કોહલીએ આ સિઝનમાં રમાયેલી તેની 12 મેચોમાં 216 રન બનાવ્યા છે, જેમાં 58 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ દરમિયાન કોહલીની એવરેજ 19.64 રહી છે જ્યારે સ્ટ્રાઇક રેટ 111.34 રહ્યો છે. વર્તમાન સિઝનમાં કોહલીના બેટમાંથી કુલ 20 ફોર અને 4 સિક્સર આવી છે. છેલ્લી કેટલીક મેચોમાં કોહલી ઓપનિંગ માટે ક્રિઝ પર આવી રહ્યો છે, પરંતુ RCBનો આ દાવ પણ કામ નથી કરી રહ્યો.
મેચ વિશે વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. હૈદરાબાદની ટીમે બે ફેરફાર કરતા જગદીશ સુચિત અને ફઝલહક ફારૂકીને તક આપી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર