Home /News /ipl /IPL 2022: વિરાટ કોહલીને આઉટ આપવાના નિર્ણયથી નારાજ RCB, થર્ડ અમ્પાયરને નિયમોનો પાઠ ભણાવ્યો!

IPL 2022: વિરાટ કોહલીને આઉટ આપવાના નિર્ણયથી નારાજ RCB, થર્ડ અમ્પાયરને નિયમોનો પાઠ ભણાવ્યો!

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ કરવાના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. (RCB Instagram)

જોકે કોહલીની નારાજગી મેદાન પર જ નજર આવી ગઇ હતી પરંતુ RCBએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી LBW સંબંધિત MCC નિયમ શેર કરીને ત્રીજા અમ્પાયરની મજાક ઉડાવી હતી.

વધુ જુઓ ...
    આઇપીએલ 2022 (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક દિવસ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 7 વિકેટે સરળતાથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)ને વિવાદાસ્પદ રીતે LBW આઉટ કરવામાં આવ્યો ત્યાં સુધી બધું RCBની તરફેણમાં લાગતું હતું. પરંતુ ત્રીજા અમ્પાયરે જે રીતે કોહલીને આઉટ આપ્યો તેનાથી ટીમની જીતનો સ્વાદ ચોક્કસપણે બગાડ્યો હતો. અમ્પાયરના આ નિર્ણયથી કોહલી પોતે અને બેંગ્લોર ટીમ મેનેજમેન્ટ અને કોહલી પોતે નારાજ હતા. જોકે કોહલીની નારાજગી મેદાન પર જ નજર આવી ગઇ હતી પરંતુ RCBએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી LBW સંબંધિત MCC નિયમ શેર કરીને ત્રીજા અમ્પાયરની મજાક ઉડાવી હતી.

    આરસીબીએ એમસીસીનો નિયમ 36.2.2 શેર કર્યો છે. આ નિયમ હેઠળ જો બોલ સ્ટ્રાઈક પર ઊભેલા બેટ્સમેનના બેટ અને પેડ સાથે વારાફરતી અથડાતો હોય તો બેટ્સમેનને ફાયદો મળવો જોઈએ. નિયમ હેઠળ એવું માનવું જોઈએ કે બોલ પહેલા બેટને સ્પર્શ્યો હતો. એટલે કે MCCનો નિયમ પણ કહી રહ્યો છે કે કોહલી અણનમ રહ્યો હતો. હવે અમે તમને કહીએ કે આ વિવાદ ક્યારે અને કેવી રીતે થયો?



    વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટ કરવામાં આવતા વિવાદ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ્સની 19મી ઓવરમાં વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ આપવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. આ ઓવર મુંબઈ માટે ડેવાલ્ડ બ્રેવિસે ફેંકી હતી. બ્રેવિસનો પહેલો બોલ મિડલ સ્ટમ્પની લાઇન પર હતો. કોહલી ફ્રન્ટ ફૂટ પર આવ્યો અને બોલનો બચાવ કર્યો. પરંતુ બોલ પેડ સાથે અથડાયો. આ કારણથી મુંબઈના ખેલાડીઓએ LBWની અપીલ કરી હતી. અમ્પાયરે પણ આંગળી ઉંચી કરી હતી.



    ફિલ્ડ અમ્પાયરના આ નિર્ણય સામે વિરાટે તરત જ રિવ્યુ માટે કહ્યું હતું. કારણ કે તેને ખાતરી હતી કે બોલ પેડ સાથે અથડાતા પહેલા તેના બેટ સાથે અથડાયો હતો. ત્રીજા અમ્પાયરે પણ અલગ-અલગ એંગલથી રિપ્લે જોયા બાદ કોહલી વિરુદ્ધ ચુકાદો આપ્યો અને તેને આઉટ જાહેર કર્યો હતો. આનાથી કોહલી નારાજ થઈ ગયો. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે તે અડધી સદીથી 2 રન દૂર હતો.

    આ પણ વાંચો- ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

    કોહલીએ ગુસ્સામાં બેટ માર્યું હતું

    કોહલીના ચહેરા પર આ નિર્ણય સામે ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ડગઆઉટ પર પાછા ફરતી વખતે તે આખો સમય બડબડતો જોવા મળ્યો હતો અને તેનું બેટ જમીન પર પછાડ્યું હતું. માત્ર કોહલી જ નહીં ચાહકોને પણ થર્ડ અમ્પાયરનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેમણે BCCIને અમ્પાયરિંગનું સ્તર સુધારવાની સલાહ આપી બતી. જોકે કોહલીના આઉટ થવાથી RCBને ભારે ન પડયું અને ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 9 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. IPL 2022માં RCBની આ સતત ત્રીજી જીત હતી. હવે ટીમની આગામી મેચ 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, RCB, Virat kohli record, આઇપીએલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन