Home /News /ipl /

IPL 2022: રવિન્દ્ર જાડેજાને MS ધોનીનો ડર? જાણો કેમ રવિ શાસ્ત્રીએ CSK કેપ્ટનને આવું કહ્યું

IPL 2022: રવિન્દ્ર જાડેજાને MS ધોનીનો ડર? જાણો કેમ રવિ શાસ્ત્રીએ CSK કેપ્ટનને આવું કહ્યું

કેપ્ટન જાડેજા પણ બેટ્સમેન તરીકે ફ્લોપ રહ્યો છે. (Instagram)

ચેન્નઈ સુપર કિંગ્સ આજે તેની ચોથી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચમાં ટીમના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સામે ફરી એકવાર પોતાને સાબિત કરવાનો પડકાર રહેશે. હજુ સુધી જાડેજા કેપ્ટન તરીકે પોતાની છાપ છોડી શક્યો નથી. હરભજન સિંહ (Harbhajan Sinh)બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ પણ જાડેજા માટે કહ્યું છે કે તે અચકાઈ રહ્યો છે

વધુ જુઓ ...
    ચાર વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે અત્યાર સુધી આઇપીએલ 2022 (IPL 2022) ની સિઝન કંઇ સારી નથી રહી. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ હારી ગઇ છે. ચેન્નઈ સુપર કિંગ્સ આજે તેની ચોથી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચમાં ટીમના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સામે ફરી એકવાર પોતાને સાબિત કરવાનો પડકાર રહેશે. હજુ સુધી જાડેજા કેપ્ટન તરીકે પોતાની છાપ છોડી શક્યો નથી. હરભજન સિંહ (Harbhajan Sinh)બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ પણ જાડેજા માટે કહ્યું છે કે તે અચકાઈ રહ્યો છે અથવા કેપ્ટન્સી છોડી રહ્યો છે. તેણે આગળ આવીને ટીમની કમાન સંભાળવી પડશે.

    રવિ શાસ્ત્રીએ ESPNcricinfo પર કહ્યું કે રવિન્દ્ર જાડેજાએ પોતાને એક કેપ્ટન તરીકે સાબિત કરવો પડશે અને ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પર સકારાત્મક પ્રભાવ પાડવો પડશે. તેણે કહ્યું, “આનાથી ઘણો ફરક પડે છે, તમે IPLમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટનનું સ્થાન લઈ રહ્યા છો અને તમારી પાસેથી ધોની જેવી કેપ્ટનશિપની અપેક્ષા પણ વાજબી છે. પરંતુ ધોનીની જગ્યા લેવી સરળ નથી. હું ઈચ્છું છું કે જાડેજા પોતાને એક કેપ્ટન તરીકે સાબિત કરે. મને લાગે છે કે તે થોડો રોકાઈ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે તેના ખેલાડીઓ સાથે શક્ય તેટલી વધુ વાત કરે અને મેદાન પર જે થઈ રહ્યું છે તેની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો રહે. નવા કેપ્ટને તેની કારકિર્દીની શરૂઆતમાં આવી વસ્તુઓ કરવી જોઈએ. કારણ કે એક વખત કેપ્ટન તરીકે બોડી લેંગ્વેજ દેખાવા લાગે તો પછી બાકીની ટીમ પર તેની અસર પડે છે.

    આ પણ વાંચો- PBKS vs GT: મેચ દરમિયાન ડેબ્યૂ પ્લેયર ટોઇલેટ ગયો, બંને ટીમો મેદાનમાં રાહ જોતી રહી

    CSKએ સતત 3 મેચ હારી છે

    ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2022ની શરૂઆત સારી નથી કરી. કેપ્ટન બદલાયા બાદ ટીમ તેની શરૂઆતની ત્રણેય મેચ હારી ગઈ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. આ સિઝનમાં ટીમને ફાસ્ટ બોલર દીપક ચહરની ખૂબ જ ખોટ વર્તાઇ રહી છે. કારણ કે ચહર નવા બોલ સાથે ટીમ માટે વિકેટ લેનાર રહ્યો છે. ગત સિઝનમાં ચહરે 15 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. પરંતુ આ સિઝનમાં તે ઈજાના કારણે હજુ પણ મેદાનની બહાર છે. તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજુ સ્પષ્ટ નથી. ટીમમાં તેના સ્થાને આવેલા ખેલાડીઓ પણ પોતાની છાપ છોડી શક્યા નથી.

    આ પણ વાંચો- Road Accident: હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટનામાં SSC બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીનું મોત 

    જાડેજા કેપ્ટનશિપ અને બેટિંગ બંનેમાં ફ્લોપ રહ્યો હતો

    કેપ્ટન જાડેજા પણ બેટ્સમેન તરીકે ફ્લોપ રહ્યો છે. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. જ્યારે બાકીની બે મેચમાં તેણે 17 અને અણનમ 26 રન બનાવ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: CSK, Indian premier league, IPL 2022, Ms dhoni, Ravindra Jadeja Axar Patel, આઇપીએલ

    આગામી સમાચાર