Home /News /ipl /RCB v RR Match Report: રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવી જીતની 'સિક્સર' લગાવી, પોઇન્ટ ટેબલમાં ટોચ પર કબજો કર્યો

RCB v RR Match Report: રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવી જીતની 'સિક્સર' લગાવી, પોઇન્ટ ટેબલમાં ટોચ પર કબજો કર્યો

આઈપીએલ 2022માં ગઈકાલે રાજસ્થાનની જીત બાદ તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. 8 મેચમાંથી રાજસ્થાન રોયલ્સ 6 જીત અને 2 હાર સાથે +0561ની રન રેટ સાથે 12 પોઈન્ટ પર ટોચ પર છે તે તો ગુજરાત 7 મેચમાં 6 જીત સાથએ 12 પોઈન્ટ અને +0.396ની રનરેટ સાથે બીજા ક્રમે છે.

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચુસ્ત બોલિંગ વચ્ચે રિયાન પરાગે અણનમ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં રાજસ્થાન રોયલ્સ તેના દિગ્ગજ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે 8 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. પરાગે 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
  રિયાન પરાગની ધમાકેદાર અડધી સદી અને તેમના બોલરોના આકર્ષક પ્રદર્શન થકી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB)ની ટીમને 29 રનથી હરાવી હતી. IPL 2022 (IPL)માં રાજસ્થાન (rajasthan royals)ની આ છઠ્ઠી જીત છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ આઠ મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ (royal challengers bangalore)ની નવ મેચોમાં આ છઠ્ઠી હાર છે.

  રાજસ્થાને આપેલા 145 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ 19.3 ઓવરમાં 115 રન જ બનાવી શકી હતી. તેની તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને ઓપનિંગમાં મોકલવાનો આરસીબીનો નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો. કોહલી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રસિદ્ધ ક્રૃષ્નાની બોલિંગમાં રિયાન પરાગના હાથમાં કેચ આપી આઉટ થયો હતો.

  વિરાટ કોહલી ઓપનિંગમાં 10 રન બનાવીને આઉટ થયો હતો

  10 રનમાં વિરાટની વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીને 37ના સ્કોર પર વધુ બે ઝટકા મળ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 23 રન બનાવીને ચાલતો થયો હતો. કુલદીપ સેને આગલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવીને તેનો બીજો શિકાર બનાવ્યો હતો. રજત પાટીદાર 16 રને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો, જ્યારે સુયશ પ્રભુદેસાઈને પરાગના હાથે અશ્વિનને કેચ આઉટ કરાવ્યો હતો.

  આ પણ વાંચો- Land Grabbing: મહેસાણાના અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાઓને બારોબાર વેચી મારવાનો આરોપ

  દિનેશ કાર્તિક છ રન બનાવીને રનઆઉટ થયો હતો. શાહબાઝ અહેમદે 17 રન બનાવ્યા હતા. તે અશ્વિનના બોલ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. કુલદીપ સેને 18ના અંગત સ્કોર પર વાનિન્દુ હસરંગાને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ સિરાજ 5 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન માટે આર અશ્વિને ત્રણ અને કુલદીપ સેને ચાર વિકેટ લીધી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી હતી.

  પરાગની અડધી સદીના આધારે રાજસ્થાને 8 વિકેટે 144 રન બનાવ્યા હતા.

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચુસ્ત બોલિંગ વચ્ચે રિયાન પરાગે અણનમ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં રાજસ્થાન રોયલ્સ તેના દિગ્ગજ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે 8 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. પરાગે 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.

  કેપ્ટન સંજુ સેમસને 21 બોલમાં 27 રન બનાવ્યા હતા પરંતુ તેના બેજવાબદાર શોટના કારણે તેની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. 44 બોલ સુધી મધ્યમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા નહોતા પરંતુ પરાગના પ્રયાસોએ છેલ્લી બે ઓવરમાં 30 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ (19/2), વાનિન્દુ હસરંગા (23/2) અને મોહમ્મદ સિરાજ (30/2) RCB માટે સૌથી સફળ બોલર હતા પરંતુ તેમની ફિલ્ડિંગ સારી ન હતી. હસરંગાએ 32 રનના સ્કોર પર પરાગને જીવનદાન આપ્યું હતું.

  પાવરપ્લેમાં રાજસ્થાને 3 વિકેટ ગુમાવી દીધી હતી

  શરૂઆતમાં રાજસ્થાન માટે કંઈ જ અનુકૂળ ન હતું. તેણે પહેલા ટોસ હારી અને બાદમાં પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, જેમાં ફોર્મમાં રહેલા જોસ બટલરનો પણ સમાવેશ થાય છે, જેઓ માત્ર આઠ રન જ બનાવી શક્યા હતા.

  આ પણ વાંચો- VIDEO: અર્શદીપ સિંહે વિકેટ લીધા પછી મેદાનમાં ઘોડો દોડાવ્યો... જુઓ તેની ઉજવણીની ખાસ સ્ટાઈલ?

  દેવદત્ત પડિક્કલ (7) આઉટ થનાર પ્રથમ બેટ્સમેન હતો, જેણે સિરાજનું સિક્સર વડે સ્વાગત કર્યું હતું. જોકે, આ ફાસ્ટ બોલરે તરત જ તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. 'પિંચ હિટર' તરીકે ઉતરેલા રવિચંદ્રન અશ્વિને (નવ બોલમાં 17 રન) સિરાજ પર ચાર ચોગ્ગા ફટકારીને પોતાની ભૂમિકા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે હવામાં તે જ બોલરને કેચ આપીને પેવેલિયન પરત ફર્યો હતો.

  હેઝલવુડે બટલરને આઉટ કરીને RCBને મોટી સફળતા અપાવી

  હેઝલવુડે આરસીબીને બટલરની કિંમતી વિકેટ અપાવી હતી, જેણે શોર્ટ પિચ બોલને ખેંચવાના પ્રયાસમાં મિડ-ઓન પર સિરાજને સરળ કેચ આપી બેઠો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં ત્રણ વિકેટે 43 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો- IPL 2022: શું ખરેખરમાં શિખર ધવનનો ભાઈ છે ઋષિ ધવન? જાણો બંને વચ્ચે શું સંબંધ છે

  સેમસને આરસીબીના સ્પિનરોની લય બગાડવાની રણનીતિ અપનાવી હતી. તેણે લેગ-સ્પિનર ​​હસરંગાની બોલિંગ પર સિક્સર વડે શરૂઆત કરી અને પછી ડાબા હાથના સ્પિનર ​​શાહબાઝ અહેમદ પર સતત બે સિક્સર ફટકારી. જો કે, સેમસન તેની ગતિ જાળવી શક્યો ન હતો અને હસરાંગાને રિવર્સ સ્વીપ કરવાના અવિચારી પ્રયાસમાં ટૂંક સમયમાં જ આઉટ થયો હતો.

  રિયાન પરાગે સિક્સર વડે રાજસ્થાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું

  ડેરીલ મિશેલ (16)એ 24 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે એકવાર પણ બોલને બાઉન્ડ્રી લાઇન સુધી પહોંચાડી શક્યો ન હતો. આ દબાણમાં તેણે પોતાની વિકેટ હેઝલવુડને ઈનામમાં આપી હતી. શિમરોન હેટમાયરે પણ હસરાંગાનો બોલ હવામાં લહેરાતાની સાથે જ 'બાઉન્ડ્રીના દુષ્કાળ'ને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો અને પેવેલિયનનો રસ્તો પકડ્યો હતો, જેણે રાજસ્થાનની ડેથ ઓવર્સની વ્યૂહરચના ખલેલ પહોંચાડી હતી. જોકે, પરાગે 19મી ઓવરમાં હેઝલવુડ પર એક સિક્સ અને એક ફોર અને હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં ફોર અને બે સિક્સર ફટકારીને રાજસ્થાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Rajasthan royals, RCB, RCB Vs RR, આઇપીએલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन