Home /News /ipl /VIDEO: રાહુલ ત્રિપાઠીએ હવામાં ડાઇવ મારીને એક હાથે પકડયો શાનદાર કેચ, શુભમન ગિલ જોતો જ રહી ગયો

VIDEO: રાહુલ ત્રિપાઠીએ હવામાં ડાઇવ મારીને એક હાથે પકડયો શાનદાર કેચ, શુભમન ગિલ જોતો જ રહી ગયો

રાહુલ ત્રિપાઠીએ હવામાં ડાઇવ કરીને ડાબા હાથથી શાનદાર કેચ પકડ્યો હતો. (PIC-Screengrab)

IPL 2022: ગુજરાત ટાઇટન્સની ઇનિંગની ત્રીજી ઓવરના બીજા બોલ પર શુભમન ગીલે (Shubman Gill) ભુવનેશ્વરનો બોલ એક્સ્ટ્રા કવર તરફ રમ્યો, જ્યાં રાહુલ ત્રિપાઠી પહેલેથી જ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્રિપાઠીએ સમય ગુમાવ્યા વિના હવામાં ડાઇવિંગ કરીને તે કેચ ડાબા હાથથી પકડ્યો હતો. થોડા સમય માટે તો તેને વિશ્વાસ પણ ન આવ્યો કે તેણે કેચ પકડ્યો છે.

વધુ જુઓ ...
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના બેટ્સમેન રાહુલ ત્રિપાઠીએ IPLની 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (SRH v GT) સામે શાનદાર કેચ લપકીને ખૂબ જ વાહવાહી મેળવી હતી. ત્રિપાઠી (Rahul Tripathi)ના આ કેચનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેણે ડાબી બાજુએ હવામાં ડાઇવ મારીને એક હાથે શુભમન ગિલ (Shubman Gill)નો કેચ પકડ્યો હતો. ગિલ 9 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ગુજરાત ટાઇટન્સની ઇનિંગની ત્રીજી ઓવરના બીજા બોલ પર શુભમન ગીલે (Shubman Gill) ભુવનેશ્વરનો બોલ એક્સ્ટ્રા કવર તરફ રમ્યો, જ્યાં રાહુલ ત્રિપાઠી પહેલેથી જ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્રિપાઠીએ સમય ગુમાવ્યા વિના હવામાં ડાઇવિંગ કરીને તે કેચ ડાબા હાથથી પકડ્યો હતો. થોડા સમય માટે તો તેને વિશ્વાસ પણ ન આવ્યો કે તેણે કેચ પકડ્યો છે. ગિલ પણ માની શક્યો નહીં. આખરે ગિલને ભારે હૈયે ક્રિઝ છોડવી પડી હતી. ઘણા લોકો ગિલના આ કેચને પક્ષી સાથે સરખાવી રહ્યા છે.



ભુવનેશ્વરે પ્રથમ ઓવરમાં જ 17 રન લૂટી લીધા હતા

આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ તરફથી ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી. ભુવીએ તેની પહેલી જ ઓવરમાં કુલ 17 રન આપ્યા હતા. જોકે તેની બીજી ઓવરમાં ભુવીએ શાનદાર વાપસી કરી હતી અને 6 રનમાં એક વિકેટ લીધી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ વિજયની બાઉન્ડ્રી ફટકારવાના ઇરાદા સાથે ઉતરી છે.

આ પણ વાંચો- IPLમાં હાર્દિક પંડ્યાએ ફટકારી સિક્સરની સદી, રિષભ પંત અને કિરોન પોલાર્ડ પણ પાછળ

હૈદરાબાદે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ ઓવરમાં 17 રન આપ્યા હતા. વર્તમાન સિઝનમાં આ કોઈપણ ટીમ માટે પ્રથમ ઓવરમાં વધુ રન ખર્ચવાનો રેકોર્ડ છે. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ ઓવરમાં 14 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 રન આપ્યા હતા.
First published:

Tags: Gujarat titans, IPL 2022, IPL Latest News, આઇપીએલ