આર અશ્વિન IPLમાં રિટાયર આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. (PIC-IPL/Twitter)
IPL 2022: રવિવારે લખનૌ સામેની મેચમાં જ્યારે અશ્વિન 28 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે તે પોતે પેવેલિયન પરત ફર્યો હતો. હવે અન્ય ટીમો પણ આગામી મેચમાં તેનું પુનરાવર્તન કરી શકે છે.
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાનું માનવું છે કે આર અશ્વિને (R Ashwin) લખનૌ સુપર જાયન્ટ્સ સામે યોગ્ય સમયે 'રિટાયર આઉટ' કરીને મેચની સ્થિતિને સારી રીતે સંભાળી હતી. તેણે સ્વીકાર્યું કે રેયાન પરાગને રાસી વાન ડુસેનને પહેલા નહીં મોકલવો એ ભૂલ હતી. IPL (IPL 2022) ના ઈતિહાસમાં રાજસ્થાન પહેલી ટીમ બની, જેણે 'રિટાયર આઉટ'ની વ્યૂહરચના અપનાવી. રવિવારે લખનૌ સામેની મેચમાં જ્યારે અશ્વિન 28 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે તે પોતે પેવેલિયન પરત ફર્યો હતો. હવે અન્ય ટીમો પણ આગામી મેચમાં તેનું પુનરાવર્તન કરી શકે છે.
કુમાર સંગાકારાએ કહ્યું, 'આમ કરવાનો આ યોગ્ય સમય હતો. આ નિર્ણય અશ્વિને પોતે લીધો હતો. અમે અગાઉ ચર્ચા કરી હતી કે શું કરવું જોઈએ. સિઝનની તેની પ્રથમ મેચ રમીને, દક્ષિણ આફ્રિકાના વેન ડેર ડ્યુસેનને શિમરોન હેટમાયર, અશ્વિન અને પરાગથી આગળ નંબર 4 પર મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે ફક્ત 4 રન જ કરી શક્યો હતો. ત્યાંજ પરાગે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને ટીમને 165 રન સુધી પહોંચાડી દીધી હતી. રોયલ્સે આ મેચ ત્રણ રને જીતી હતી. આ સાથે ટીમ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગઈ છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની સંગાકારાએ કહ્યું કે કોચ તરીકે મારાથી ભૂલ થઈ, જે મેં રાસી વાન ડેર ડુસેન પહેલા રેયાન પરાગને મોકલ્યો ન હતો. આનાથી અમને રાયનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા દીધો નહીં. પરંતુ અશ્વિને પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી. તેણે ટીમના હિતમાં પોતાની વિકેટનું બલિદાન આપ્યું અને બાદમાં શાનદાર બોલિંગ કરી. લખનૌને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ ઝડપી બોલર કુલદીપ સેને દબાણમાં સારું પ્રદર્શન કર્યું અને સંગાકારાએ પણ તેની ખુબ પ્રશંસા કરી હતી.
તેણે કહ્યું કે મેં છેલ્લી ઓવર પહેલા કુલદીપ સાથે વાત કરી ન હતી. સંજુ (સેમસન), જોસ (બટલર) અને અન્ય ખેલાડીઓએ તેને પ્રોત્સાહિત કર્યો હતો. કુલદીપે દબાણમાં સૌથી મુશ્કેલ ઓવર ફેંકી અને અમારા માટે શાનદાર પ્રદર્શન કર્યું. ટોચના ક્રમમાં ન ચાલવા છતાં માર્કસ સ્ટોઇનિસનો કારણે લખનૌ છેલ્લી ઓવર સુધી મેચમાં રહ્યું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર