Home /News /ipl /IPL 2022 Points Table: ટેબલ ટોપર ગુજરાતને હરાવી પંજાબે મોટી છલાંગ લગાવી, જાણો અન્ય ટીમોની હાલત

IPL 2022 Points Table: ટેબલ ટોપર ગુજરાતને હરાવી પંજાબે મોટી છલાંગ લગાવી, જાણો અન્ય ટીમોની હાલત

IPL 2022: પંજાબ કિંગ્સ ગુજરાત ટાઇટન્સને હરાવીને પોઈન્ટ ટેબલ ઉપર છલાંગ લગાવી છે. (PC: PTI)

IPL 2022 Points Table: બીજી તરફ રાજસ્થાન રોયલ્સના જોસ બટલર પાસે ઓરેન્જ કેપ છે. બટલરે 10 મેચમાં 588 રન બનાવ્યા હતા. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ 451 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે.

વધુ જુઓ ...
  પંજાબ કિંગ્સે આઇપીએલ (IPL 2022) ની 48મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને હરાવીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળના પંજાબે (Punjab Kings) ટેબલમાં ટોપર ગુજરાતને 24 બોલમાં 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત બાદ પંજાબ 8મા સ્થાનેથી સીધા 5મા સ્થાને પહોંચી ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. જોકે હારવા છતાં ગુજરાત ટોપ પર યથાવત છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત પછી બીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ત્રીજા અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ચોથા સ્થાન પર છે. હૈદરાબાદ, પંજાબ અને આરસીબી તમામના 10-10 પોઈન્ટ છે. પંજાબે સારા રન રેટના આધારે આરસીબીને હરાવ્યું છે.

  દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે 7મા અને કોલકાતા નાઈટ રાઈડર્સ 8મા સ્થાને છે. IPL ઈતિહાસની 2 સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 9મા અને 10મા સ્થાને છે. મેચની વાત કરીએ તો ગુજરાતે પંજાબને 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે શિખર ધવનના અણનમ 62 રનના આધારે સરળતાથી મેળવી લીધો હતો. ભાનુકા રાજપક્ષે 40 રન બનાવ્યા હતા.  આ પણ વાંચો- IPL 2022: આઇપીએલમાં આ બોલરો ખુબ ધોવાયા, વિરોધી બેટ્સમેનોએ ધડાધડ સિક્સરો ફટકારી

  બટલર અને ચહલનો દબદબો યથાવત

  બીજી તરફ રાજસ્થાન રોયલ્સના જોસ બટલર પાસે ઓરેન્જ કેપ છે. બટલરે 10 મેચમાં 588 રન બનાવ્યા હતા. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ 451 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે. જ્યારે શિખર ધવન ગુજરાત સામે અડધી સદી રમીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

  આ પણ વાંચો- ICC T20I raking: આઇસીસી ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ટોચ પર, જાણો બાકીની ટીમોની હાલત

  ધવને 10 મેચમાં 369 રન બનાવ્યા હતા. પર્પલ કેપ રાજસ્થાનના યુઝવેન્દ્ર ચહલ પાસે છે, જેણે 10 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ રેસમાં દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ 17 વિકેટ સાથે બીજા નંબર પર છે. ગુજરાત સામે 33 રનમાં 4 વિકેટ લેનાર પંજાબનો કાગીસો રબાડા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 9 મેચમાં 17 વિકેટ પણ લીધી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat titans, Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन