Home /News /ipl /

PBKS vs SRH: ઉમરાન મલિકની શાનદાર બોલિંગ, 20મી ઓવરમાં એક પણ રન ન આપ્યો, 4 વિકેટ લીધી

PBKS vs SRH: ઉમરાન મલિકની શાનદાર બોલિંગ, 20મી ઓવરમાં એક પણ રન ન આપ્યો, 4 વિકેટ લીધી

PBKS vs SRH: ઉમરાન મલિકે 20મી ઓવરમાં 4 વિકેટ લીધી. (સનરાઇઝર્સ હૈદરાબાદ ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: રવિવારની મેચમાં (PBKS vs SRH), તેણે પંજાબ કિંગ્સ (Punjab kings) સામે 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. મેચની સૌથી ખાસ વાત એ હતી કે તેણે ઇનિંગ્સની 20મી ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો. આ ઓવરમાં 4 વિકેટ પડી હતી. જેના કારણે પંજાબ કિંગ્સની ટીમ 160 રનના આંકડા સુધી પહોંચી શકી નહીં.

વધુ જુઓ ...
    ઉમરાન મલિક (Umran Malik) હાલમાં ભારતનો સૌથી ઝડપી બોલર છે. તે IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમી રહ્યો છે. રવિવારની મેચમાં (PBKS vs SRH), તેણે પંજાબ કિંગ્સ (Punjab kings) સામે 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. મેચની સૌથી ખાસ વાત એ હતી કે તેણે ઇનિંગ્સની 20મી ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો. આ ઓવરમાં 4 વિકેટ પડી હતી. જેના કારણે પંજાબ કિંગ્સની ટીમ 160 રનના આંકડા સુધી પહોંચી શકી નહીં. મેચમાં પહેલા રમતા પંજાબે 151 રન બનાવ્યા છે. હૈદરાબાદને ટી-20 લીગની 15મી સિઝનમાં સતત ચોથી જીત નોંધાવવા માટે 152 રન બનાવવા પડશે.

    ઉમરાન મલિકની 20મી ઓવરના પહેલા બોલ પર ઓડિયોન સ્મિથ સ્કોર કરી શક્યો નહોતો. તે બીજા બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 15 બોલમાં 13 રન બનાવ્યા હતા. રાહુલ ચાહર ત્રીજા બોલ પર પણ સ્કોર કરી શક્યો નહોતો. તે ચોથા બોલ પર બોલ્ડ થયો હતો. 5માં બોલ પર ઉમરાને વૈભવ અરોરાને બોલ્ડ કર્યો હતો. આ રીતે તે હેટ્રિકની નજીક પહોંચી ગયો હતો. છેલ્લા બોલે અર્શદીપ સિંહે શોટ ફટકાર્યો હતો, પરંતુ તે રન લેવાના ચક્કરમાં રનઆઉટ થયો હતો. આ રીતે ઓવરમાં 4 વિકેટ પડી હતી.

    આ પણ વાંચો- IPL 2022: ભુવનેશ્વર કુમાર ઝહીર ખાનને પાછળ છોડીને સૌથી ખતરનાક બોલર બન્યો

    લિવિંગસ્ટોને અડધી સદી ફટકારી હતી

    લિયામ લિવિંગસ્ટોન અને શાહરૂખ ખાન સિવાય અન્ય કોઈ બેટ્સમેન પંજાબ તરફથી રમી શક્યો નહોતો. લિવિંગસ્ટોને 33 બોલમાં 60 રન બનાવ્યા હતા. જેમા તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ત્યાં જ શાહરૂખે 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. બંનેએ 5મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. ટીમે 61 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. હૈદરાબાદ માટે ઉમરાન મલિક ઉપરાંત ભુવનેશ્વર કુમારે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા અને 3 વિકેટ લીધી હતી.

    આ પણ વાંચો- શોએબ અખ્તર ભારતીય ખેલાડીના ક્રિકેટ જ્ઞાનથી દંગ રહી ગયો, રાવલપિંડી એક્સપ્રેસે જણાવી આખી કહાણી

    જમ્મુ-કાશ્મીરના 22 વર્ષીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે છેલ્લી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે KKR સામે 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના ઓવરઓલ ટી-20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 14 મેચમાં 20 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 8 થી ઉપર છે. કારકિર્દીમાં બીજી વખત તેણે 4 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં 4 વિકેટ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: IPL 2022, IPL Latest News, Punjab Kings, SRH, આઇપીએલ

    આગામી સમાચાર