મુંબઈ ઈન્ડિયન્સને IPL 2022માં સતત પાંચમી હાર મળી છે. મેચમાં (MI vs PBKS) પંજાબ કિંગ્સે (Punjab kings)ની ટીમે 12 રને હરાવ્યું છે. પંજાબની 5 મેચમાં આ ત્રીજી જીત છે. પહેલા રમતા પંજાબ કિંગ્સે 5 વિકેટે 198 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. શિખર ધવન અને કેપ્ટન મયંક અગ્રવાલે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમ 9 વિકેટે 186 રન જ બનાવી શકી હતી. ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. મુંબઈની ટીમ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરી એકવાર સારી શરૂઆત કરી શકી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેના ટી-20માં 10 હજાર રન પણ પૂરા થયા હતા. ઈશાન કિશન માત્ર 3 રન બનાવી શક્યો હતો. ટીમે 32 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. બ્રેવિસ 25 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેણે રાહુલ ચાહરની એક ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.
એક સમયે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 3 વિકેટે 131 રન હતો. પરંતુ આ પછી 2 રન આઉટે મેચને રોમાંચક બનાવી દીધી હતી. તિલક વર્મા 20 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ત્યાં જ કાઇરન પોલાર્ડ ફરી એક વખત ચાલ્યો ન હતો. ઝડપી રન લેવાના અનુસંધાનમાં તે 11 બોલમાં 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે ટીમનો સ્કોર 5 વિકેટે 152 રન થઈ ગયો હતો. ટીમને છેલ્લી 3 ઓવરમાં 33 રન બનાવવાના હતા.
અર્શદીપ સિંહે 18મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. હવે મુંબઈને 2 ઓવરમાં 28 રન બનાવવાના હતા. 19મી ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમારે કાગીસો રબાડાની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલે 2 રન બનાવ્યા. ત્રીજા બોલ પર તેણે રન લીધો ન હતો. ચોથા બોલ પર તે આઉટ થતાં જ મેચ પૂરી થઈ ગઈ હતી. તેણે 30 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઓડિયન સ્મિથે છેલ્લી ઓવરમાં 3 વિકેટ લીધી હતી.
આ પહેલા પંજાબ તરફથી શિખર ધવને 50 બોલમાં 70 અને મયંક અગ્રવાલે 32 બોલમાં 52 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 97 રનની મોટી ભાગીદારી કરી હતી. અંતમાં જીમેશ શર્માએ 15 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર