Home /News /ipl /IPL 2022: 40 વર્ષની ઉંમરે ધોની બનાવશે મોટો રેકોર્ડ, માત્ર 4 ભારતીય જ કરી શક્યા છે આ કારનામું
IPL 2022: 40 વર્ષની ઉંમરે ધોની બનાવશે મોટો રેકોર્ડ, માત્ર 4 ભારતીય જ કરી શક્યા છે આ કારનામું
IPL 2022: MS ધોની ટી-20 ક્રિકેટમાં 7 હજાર રન પૂરા કરવાથી માત્ર 15 રન દૂર છે. (એએફપી)
MS Dhoni Record: CSKની નજર હવે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુરુવારે રમાનારી મેચ પર છે, જ્યાં ધોની બીજી એક ખાસ સિદ્ધિ પણ નોંધાવી શકે છે. ધોની આ મોટા રેકોર્ડથી માત્ર 15 રન દૂર છે.
એમએસ ધોની (MS Dhoni) 40 વર્ષનો થઈ ગયો છે, પરંતુ ઉંમર માત્ર એક નંબર છે. તે મેદાન પર તેની શાનદારતા રમતથી ચાહકોને આ વિશે યાદ કરાવતો રહે છે. તેણે ગયા અઠવાડિયે જ તે સાબિત કર્યું હતું. આઇપીએલ 2022 (IPL 2022) ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 38 બોલમાં અણનમ 50 રનની ઇનિંગ રમી હતી.
મેચમાં ધોની મેદાન પર આવ્યો જ્યારે CSKએ 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સુકાની રવિન્દ્ર જાડેજા સાથે તેણે 70 રનની અતૂટ ભાગીદારી કરી અને ટીમને 131/5ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જો કે ટીમ મેચ 6 વિકેટથી હારી ગઈ હતી, પરંતુ હવે ધોનીનું ફોર્મમાં પરત આવવું CSK માટે મોટો પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
CSKની નજર હવે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુરુવારે રમાનારી મેચ પર છે, જ્યાં ધોની બીજી એક ખાસ સિદ્ધિ પણ નોંધાવી શકે છે. ધોની આ મોટા રેકોર્ડથી માત્ર 15 રન દૂર છે. ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 4 ભારતીય બેટ્સમેન જ 7 હજાર રનનો આંકડો પાર કરી શક્યા છે અને ધોની ગુરુવારે આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી શકે છે.
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર
ખેલેડાનું નામ
રન
વિરાટ કોહલી
10,326
રોહિત શર્મા
9,936
શિખર ધવન
8,818
રોબિન ઉથપ્પા
7,070
એમએસ ધોની
6,985
પૂર્વ ભારતીય કેપ્ટન ટી-20 ક્રિકેટમાં 7 હજાર રનના આંકડાથી માત્ર 15 રન દૂર છે. અત્યારે માત્ર વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને રોબિન ઉથપ્પા આ ફોર્મેટમાં 7 હજારથી વધુ રન બનાવી શક્યા છે. ટી-20 ફોર્મેટમાં ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ અને એરોન ફિન્ચ પછી કોહલી પાંચમા નંબર પર છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર