IPL 2022: રોહિત શર્મા બનાવી શકે છે મોટો રેકોર્ડ, આવું કરનાર વિરાટ એકમાત્ર ભારતીય ખેલાડી
IPL 2022: રોહિત શર્મા બનાવી શકે છે મોટો રેકોર્ડ, આવું કરનાર વિરાટ એકમાત્ર ભારતીય ખેલાડી
પંજાબ કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્માને ખાસ સિદ્ધિ હાંસલ કરવાની તક મળશે. (રોહિત શર્મા ઇન્સ્ટાગ્રામ)
MI vs PBKS: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્મા પાસે ટી-20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાની તક છે. જો રોહિત પંજાબ સામેની મેચમાં 25 રન બનાવી લે છે તો તેના ટી-20માં 10 હજાર રન પૂરા થઈ જશે. આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી બાદ તે બીજો ભારતીય બેટ્સમેન બનશે.
રોહિત શર્મા (Rohit Sharma) અને તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે આઇપીએલ 2022 (IPL 2022) અત્યાર સુધી સારું રહ્યું નથી. મુંબઈ (MI)એ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ હારી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. બીજી તરફ રોહિતનું બેટ પણ અત્યાર સુધી શાંત રહ્યું છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી નથી. રોહિતે 4 મેચમાં 80 રન બનાવ્યા છે. IPL 2022માં રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 41 છે. તેણે અત્યાર સુધીમાં 8 ફોર અને 4 સિક્સર ફટકારી છે અને તેની એવરેજ પણ 20 છે. જો કે પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેની પાસે ટી-20 ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કરવાની તક હશે. જો તે આમાં સફળ રહેશે તો તે આવું કરનાર વિરાટ કોહલી બાદ બીજો ભારતીય બની જશે.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્મા પાસે ટી-20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાની તક છે. જો રોહિત પંજાબ સામેની મેચમાં 25 રન બનાવી લે છે તો તેના ટી-20માં 10 હજાર રન પૂરા થઈ જશે. આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી બાદ તે બીજો ભારતીય બેટ્સમેન બનશે. વિરાટે અત્યાર સુધી 330 ટી-20માં 10379 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 76 અડધી સદી ફટકારી છે અને ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે પાંચમા સ્થાને છે.
આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. તેણે 463 ટી-20માં 14562 રન બનાવ્યા છે. શોએબ મલિક (11698 રન) બીજા, કિરાન પોલાર્ડ (11474 રન) ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ 10499 રન સાથે ચોથા ક્રમે છે. રોહિત શર્મા અત્યારે 7મા સ્થાને છે.
રોહિતે અત્યાર સુધી 374 ટી-20માં 9975 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 6 સદી અને 69 અડધી સદી ફટકારી છે. જો રોહિત પંજાબ સામે 50 રન બનાવશે, તો તે 2011માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા ત્યારથી આઈપીએલમાં અડધી સદી (12 ઈનિંગ્સ) વિના બીજી સૌથી લાંબી શ્રેણીનો અંત લાવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર