Home /News /ipl /

IPL 2022: 11 કરોડના ખેલાડીએ 10 બોલમાં 50 રન ફટકાર્યા, 108 મીટર લાંબી સિક્સ પણ ફટકારી

IPL 2022: 11 કરોડના ખેલાડીએ 10 બોલમાં 50 રન ફટકાર્યા, 108 મીટર લાંબી સિક્સ પણ ફટકારી

IPL 2022: લિયામ લિવિંગસ્ટોને 5 સિક્સ ફટકારી. (IPL ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: 14 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ સિનિયર બેટ્સમેન શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 52 બોલમાં 95 રન જોડ્યા હતા. ધવને 24 બોલમાં 33 રન બનાવ્યા અને ડ્વેન બ્રાવોના હાથે આઉટ થયો હતો. તેને પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે લિવિંગસ્ટોને 32 બોલમાં 60 રન બનાવ્યા હતા

વધુ જુઓ ...
    લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) IPL 2022ની એક મેચમાં આક્રમક ઇનિંગ રમીને પંજાબ કિંગ્સને સારી શરૂઆત અપાવી છે. તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. એટલે કે તેણે 10 બોલમાં 50 રન બનાવ્યા હતા. જો કે જ્યારે તે 45 રન પર હતો ત્યારે અંબાતી રાયડુએ કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ઓવરમાં સરળ કેચ છોડ્યો હતો. અંતમાં રાયડુ (Ambati Rayudu)એ તેનો કેચ પકડ્યો હતો. લિવિંગસ્ટોનને પંજાબે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. CSK માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ સિઝનની તેની ત્રીજી મેચ રમી રહી છે. પરંતુ તેને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. ત્યાં જ પંજાબે અત્યાર સુધી 2 માંથી એક મેચ જીતી છે.

    આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પંજાબનો કેપ્ટન મયંક અગ્રવાલ સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે ઈનિંગના બીજા બોલ પર ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીનો શિકાર બન્યો હતો. નંબર-3 પર ઉતરેલા ભાનુકા રાજનક્ષાએ શાનદાર સિક્સ ફટકારી હતી. પરંતુ તે પોતાની ઇનિંગ્સને મોટી બનાવી શક્યો ન હતો અને રનઆઉટ થયો હતો. તેણે 5 બોલમાં 9 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો-Video: રિયાન પરાગના બોલ પર તિલક વર્માએ માર્યો જબ્બર શૉટ, સીધો કેમેરામેનને અથડાયો બોલ

    ત્રીજી વિકેટ માટે 95 રન જોડ્યા

    14 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ સિનિયર બેટ્સમેન શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 52 બોલમાં 95 રન જોડ્યા હતા. ધવને 24 બોલમાં 33 રન બનાવ્યા અને ડ્વેન બ્રાવોના હાથે આઉટ થયો હતો. તેને પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે લિવિંગસ્ટોને 32 બોલમાં 60 રન બનાવ્યા હતા. 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં આ તેની પ્રથમ અડધી સદી છે. રવિન્દ્ર જાડેજાએ તેની વિકેટ લીધી હતી.

    આ પણ વાંચો- નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના, પવન એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જાહેર

    લિયામ લિવિંગસ્ટોને ઇનિંગની 5મી ઓવરમાં મુકેશ ચૌધરીની જોરદાર ખબર લીધી હતી. આ ઓવરમાં તેણે 2 સિક્સ અને 3 ફોરની મદદથી 26 રન બનાવ્યા હતા. તેણે 108 મીટરનો સિક્સ પણ મારી હતી. વર્તમાન IPL સિઝનની આ સૌથી લાંબી સિક્સ પણ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन