IPL 2022: લલિત યાદવ અને અક્ષરે મુંબઈ ઈન્ડિયન્સના જડબામાંથી જીત છીનવી લીધી, જાણો MIએ ક્યાં ભૂલ કરી
IPL 2022: લલિત યાદવ અને અક્ષરે મુંબઈ ઈન્ડિયન્સના જડબામાંથી જીત છીનવી લીધી, જાણો MIએ ક્યાં ભૂલ કરી
IPL 2022: દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ મેચ જીતી. (IPL ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: દિલ્હી કેપિટલ્સે પણ IPL 2022 માં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians vs Delhi Capitals)ને હરાવ્યું હતું. લલિત યાદવ અને અક્ષર પટેલે વિજયી ઇનિંગ્સ રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમ આઈપીએલમાં પોતાનો સારો રેકોર્ડ જાળવી શકી નથી. આઇપીએલ 2022 (IPL 2022)ની તેમની પ્રથમ મેચમાં ટીમ (Mumbai Indians vs Delhi Capitals) દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 5 વિકેટે 177 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં દિલ્હીએ 18.2 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. લલિત યાદવે (Lalit Yadav) 38 બોલમાં અણનમ 48 રન ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલ પણ 38 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. 3 ઓવર પછી ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન હતો. ચોથી ઓવરમાં લેગ સ્પિનર મુરુગન અશ્વિને ટિમ સેફર્ટ અને મનદીપ સિંહને આઉટ કરીને દિલ્હીને બે મોટા ઝટકા આપ્યા હતા. સેફર્ટે 14 બોલમાં 21 રન બનાવ્યા હતા. જ્યારે મનદીપ ખાતું પણ ખોલાલી શક્યો ન હતો. 5મી ઓવરમાં કેપ્ટન ઋષભ પંત (1) ડાબોડી ફાસ્ટ બોલર ટાઇમલ મિલ્સનો શિકાર બન્યો હતો. અહીંથી દિલ્હીની ટીમ મેચમાં ઘણી પાછળ રહી ગઈ હતી.
શૉ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો
32 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ (Prithvi Shaw)એ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મોટો સ્કોર કરી શક્યા ન હતા. તે 24 બોલમાં 38 રન બનાવીને બેસિલ થમ્પીનો શિકાર બન્યો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 10મી ઓવરમાં જ થમ્પીએ શો પછી રોવમેન પોવેલ (0)ને આઉટ કરીને દિલ્હીને પાંચમો ઝટકો આપ્યો હતો અને સ્કોર 5 વિકેટે 72 રન થઈ ગયો હતો.
ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) પણ ઘણી વખત સારી બેટિંગ કરીને ટીમને જીત અપાવી છે. તેણે સારા શોટ્સ માર્યા છે. પરંતુ આ બધુ તે ટીમ માટે અપૂરતું સાબિત થયું. તે 11 બોલમાં 22 રન બનાવીને થમ્પીનો શિકાર બન્યો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. લલિત યાદવ અને અક્ષર પટેલે ટીમ માટે શાનદાર વાપસી કરી હતી. બંનેએ 7મી વિકેટ માટે 30 બોલમાં અણનમ 75 રન જોડ્યા હતા. ટીમને છેલ્લી 5 ઓવરમાં 56 રન બનાવવાના હતા. જસપ્રીત બુમરાહ લયમાં જોવા મળ્યો ન હતો. તેણે પ્રથમ 3 ઓવરમાં 38 રન આપ્યા હતા. ડેનિયલ સેમસે 18મી ઓવરમાં 24 રન આપ્યા હતા. તેણે 3 સિક્સર ફટકારી. લલિત 38 બોલમાં 48 અને અક્ષર 17 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યા હતા. લલિતે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અક્ષરે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. રોહિત 32 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી મેદાનમાં ઉતરેલા અનમલપ્રીત સિંહે 8 રન બનાવ્યા હતા. તિલક વર્માએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. તેણે 15 બોલમાં 22 રન બનાવ્યા અને 3 ફોર ફટકારી હતી.
ઈશાન કિશને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 48 બોલમાં અણનમ 81 રન બનાવ્યા હતા. 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. દિલ્હી માટે ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 18 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી. ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદે પણ 2 વિકેટ ઝડપી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર