Home /News /ipl /IPL 2022: કેએલ રાહુલને બેવડો ફટકો, RCB સામે મેચ હાર્યા બાદ હવે ભરવો પડશે દંડ
IPL 2022: કેએલ રાહુલને બેવડો ફટકો, RCB સામે મેચ હાર્યા બાદ હવે ભરવો પડશે દંડ
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને દંડ ફટકારવામાં આવ્યો છે. (કેએલ રાહુલ ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: રાહુલને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રાહુલે આઈપીએલની આચાર સંહિતાના લેવલ-1 હેઠળ ભૂલ સ્વીકારીને તેના પર લગાવવામાં આવેલ દંડ પણ સ્વીકારી લીધો છે. કેએલ રાહુલ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિ
લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow super giants)ના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul)ને બેવડો ફટકો પડ્યો છે. IPL 2022 ની એક મેચમાં તેની ટીમ લખનૌને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 18 રને પરાજય આપ્યો હતો. આ પછી રાહુલને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રાહુલે આઈપીએલની આચાર સંહિતાના લેવલ-1 હેઠળ ભૂલ સ્વીકારીને તેના પર લગાવવામાં આવેલ દંડ પણ સ્વીકારી લીધો છે. કેએલ રાહુલ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે.
માર્કસ સ્ટોઈનિસે પણ લેવલ-1 હેઠળના ગુનાને ધ્યાનમાં લઈને તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે. ખરેખરમાં RCB સામેની મેચમાં જોશ હેઝલવુડના બોલ પર મોટો શોટ રમતા સ્ટોઈનિસ બોલ્ડ થઈ ગયો હતો. હેઝલવુડનો બોલ સ્ટોઈનિસના બેટની કિનારી લઈને વિકેટ સાથે અથડાઈ ગયો હતો. આ પછી સ્ટોઈનિસ અમ્પાયર સામે રેગિંગ કરતો જોવા મળ્યો હતો. તેના શબ્દો સ્ટમ્પ માઇક્રોફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
સ્ટોઇનિસની નારાજગીનું કારણ હેઝલવુડના અગાઉના બોલને વાઇડ જાહેર ન કરવાનો અમ્પાયર ક્રિસ ગેફનીનો નિર્ણય હતો. આ કૃત્યને કારણે સ્ટોઈનિસને સજા ભોગવવી પડી હતી. IPLની આચાર સંહિતાના લેવલ-1 ના ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય આખરી અને બધા માટે બંધનકર્તા છે.
સ્ટોઇનિસ આઉટ થતાં જ મેચ આરસીબી તરફ વળી ગઇ હતી અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની આરસીબીએ છેલ્લી ઓવરમાં જેસન હોલ્ડરની બે સિક્સર મારવા છતાં લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે 163 રન પર રોકી દીધી હતી અને આ રીતે મેચમાં 18 રનથી જીત મેળવી લીધી હતી. સ્ટોઇનિસ 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાં જ કેએલ રાહુલે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર