IPL 2022: KL રાહુલે બીજી મોટી ઇનિંગ રમી. (IPL ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: આ સાથે કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 સદી ફટકારી છે. તે IPLમાં ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વર્તમાન સિઝનમાં મુંબઈ સામે આ ત્રીજી સદી છે. રાહુલની 2 સદી ઉપરાંત જોસ બટલરે પણ મુંબઈ સામે સદી ફટકારી હતી. મુંબઈની બોલિંગ વર્તમાન સિઝનમાં ખાસ કંઈ કરી શકી નથી.
કેએલ રાહુલ (KL Rahul) આઇપીએલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. રવિવારે તેણે IPL 2022 ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈપીએલની વર્તમાન સિઝનમાં આ તેની બીજી સદી છે. તેણે મેરેડિથના બોલ પર છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. તેણે મુંબઈ સામે બંને સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં પહેલીવાર રાહુલે એક સિઝનમાં 2 સદી ફટકારી છે. આઈપીએલમાં આ તેની ચોથી સદી છે. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે માત્ર વિરાટ કોહલીથી પાછળ છે. કોહલી (Virat Kohli)એ 5 સદી ફટકારી છે. મુંબઈ માટે આ મેચ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આ પહેલા રમાયેલી તમામ 7 મેચ હારી ચૂકી છે.
કેએલ રાહુલે રવિવારે મુંબઈ સામે 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પ્રથમ 25 રન 25 બોલમાં બનાવ્યા હતા. આગળના 25 રન માત્ર 12 બોલમાં પૂરા કર્યા હતા. તેણે 61 બોલમાં સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તેણે 16 એપ્રિલે મુંબઈ સામે અણનમ 103 રન બનાવ્યા હતા. જ્યારે તેણે 60 બોલનો સામનો કર્યો હતો. જેમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સાથે રાહુલ મુંબઈ સામે 8 વખત સૌથી વધુ 50 રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. રાહુલ 62 બોલમાં 103 રન બનાવીને અણનમ રહ્યો હતો. પહેલા રમતા લખનૌએ 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.
આ સાથે કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 સદી ફટકારી છે. તે IPLમાં ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વર્તમાન સિઝનમાં મુંબઈ સામે આ ત્રીજી સદી છે. રાહુલની 2 સદી ઉપરાંત જોસ બટલરે પણ મુંબઈ સામે સદી ફટકારી હતી. મુંબઈની બોલિંગ વર્તમાન સિઝનમાં ખાસ કંઈ કરી શકી નથી.
ભારતીય ખેલાડી તરીકે કેએલ રાહુલની ટી-20માં આ છઠ્ઠી સદી છે. સૌથી વધુ સદીઓના મામલે તે રોહિત શર્માની બરાબરી પર પહોંચી ગયો છે. રોહિતે 6 સદી પણ ફટકારી છે. વિરાટ કોહલી 5 સદી સાથે બીજા નંબર પર છે. કેએલ રાહુલે મુંબઈ સામે 16 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી હતી. તેણે મુંબઈ સામે પણ 850થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા વિરાટ કોહલીએ 2016માં ગુજરાત વિરૂદ્ધ 2 સદી ફટકારી હતી. કોહલી અને રાહુલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન એક સિઝનમાં ટીમ સામે 2 સદી ફટકારી શક્યો નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર