KKR vs SRH: રસેલના ઓલરાઉન્ડર પ્રદર્શનના દમ પર KKR ની પ્લેઓફની આશા જીવંત, હૈદરાબાદને હરાવ્યું
KKR vs SRH: રસેલના ઓલરાઉન્ડર પ્રદર્શનના દમ પર KKR ની પ્લેઓફની આશા જીવંત, હૈદરાબાદને હરાવ્યું
KKR vs SRH: આન્દ્રે રસેલે 20મી ઓવરમાં 3 સિક્સ ફટકારી અને વિકેટ પણ લીધી. (પીટીઆઈ)
IPL 2022: લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન કેન વિલિયમસનનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. તે 17 બોલમાં 9 રન બનાવીને આન્દ્રે રસેલના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ઉતરેલા રાહુલ ત્રિપાઠી પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે 12 બોલમાં 9 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો
આન્દ્રે રસેલે (Andre Russell) ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આઇપીએલ (IPL 2022) ની 61મી મેચમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ સતત પાંચમી હાર છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. બીજી તરફ હૈદરાબાદને 12 મેચમાં 7મી હાર મળી છે. મેચમાં (KKR vs SRH), KKR એ પ્રથમ રમતમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. રસેલે અણનમ 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. આ રીતે પ્લેઓફમાં પહોંચનારી 3 ટીમો હજુ નક્કી થવાની બાકી છે. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સની ટીમ જ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી શકી છે. 7 ટીમો રેસમાં છે, જ્યારે મુંબઈ અને CSK બહાર થઈ ગઈ છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન કેન વિલિયમસનનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. તે 17 બોલમાં 9 રન બનાવીને આન્દ્રે રસેલના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ઉતરેલા રાહુલ ત્રિપાઠી પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે 12 બોલમાં 9 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. સાઉદીએ તેનો શાનદાર કેચ પોતાના જ બોલ પર પકડ્યો હતો. આ દરમિયાન યુવા ડાબા હાથના બેટ્સમેન અભિષેક શર્માએ ચોક્કસપણે કેટલાક સારા શોટ્સ રમ્યા હતા.
હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 72 રન હતો, પરંતુ ટીમે 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને KKRએ મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. 12મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ અભિષેકને આઉટ કર્યો. તેણે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બીજી તરફ આક્રમક બેટ્સમેન નિકોલ્સન પૂરન 13મી ઓવરમાં ઓફ સ્પિનર સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. તેણે 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. આ રીતે સ્કોર 4 વિકેટે 76 રન બની ગયો હતો. એડન મકરમ 25 બોલમાં 32 રન બનાવીને ઉમેશ યાદવના હાથે બોલ્ડ થયો હતો. તેણે 3 સિક્સર ફટકારી હતી. હૈદરાબાદે છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા અને 5 વિકેટ બાકી હતી.
રસેલે એક ઓવરમાં 2 ઝટકા આપ્યા
આન્દ્રે રસેલે 18મી ઓવરમાં હૈદરાબાદને 2 ઝટકા આપ્યા હતા. પહેલા તેણે વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો. તેણે 9 બોલમાં 4 રન બનાવ્યા હતા. ત્યારબાદ રસેલે આ જ ઓવરમાં એક રનના સ્કોર પર યાનસેનને પેવેલિયન મોકલી દીધો હતો. 19મી ઓવરમાં સાઉદીએ શશાંક સિંહને આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. રસેલ છેલ્લી ઓવર નાખી હતી. આ ઓવરમાં 6 રન બનાવ્યા હતા. રસેલે 22 રનમાં 3 વિકેટ લીધી હતી.
આ પહેલા આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સ અને સેમ બિલિંગ્સ સાથેની અડધી સદીની ભાગીદારીની મદદથી KKRએ સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 33 રનમાં 3 વિકેટ લીધી હતી. રસેલ (28 બોલમાં અણનમ 49, 3 ચોગ્ગા, 4 છગ્ગા) અને બિલિંગ્સ (29 બોલમાં 34, 3 ચોગ્ગા, 1 છગ્ગા)એ છઠ્ઠી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. વોશિંગ્ટન સુંદરની છેલ્લી ઓવરમાં રસેલે 3 સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં કુલ 20 રન થયા હતા.
પ્રથમ 6 ઓવરમાં 55 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા KKRએ પ્રથમ 4 ઓવરમાં માત્ર 20 રન બનાવ્યા હતા. વેંકટેશ ઐયર (7)ની વિકેટ ગુમાવી. નીતિશ રાણા (26, 3 સિક્સર, 1 ફોર) અને અજિંક્ય રહાણે (28, 3 સિક્સર) એ પછીની બે ઓવરમાં 35 રન બનાવીને પાવરપ્લેમાં સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ ઉમરાને પોતાની પ્રથમ ઓવરમાં રાણા અને રહાણેને જ્યારે બીજી ઓવરમાં સુકાની શ્રેયસ અય્યર (15)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર