Home /News /ipl /

VIDEO: લાઇવ મેચમાં સાથી ખેલાડીએ ટ્રેન્ટ બોલ્ટને બોલ મારતા તે મેદાન પર જ ઢળી પડ્યો

VIDEO: લાઇવ મેચમાં સાથી ખેલાડીએ ટ્રેન્ટ બોલ્ટને બોલ મારતા તે મેદાન પર જ ઢળી પડ્યો

IPL 2022: RR ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ KKR સામેની મેચમાં ઈજામાંથી બચી ગયો. (રાજસ્થાન રોયલ્સ ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં બની હતી. રાજસ્થાન તરફથી ડાબોડી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ આ ઓવર ફેંકી રહ્યો હતો. KKRના બેટ્સમેન બાબા ઈન્દ્રજીત બોલ્ટનો પહેલો બોલ મિડ ઓન તરફ રમ્યો હતો અને રન લેવા દોડ્યો હતો. આ વિસ્તારમાં ફિલ્ડિંગ કરતા, પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલને ઝડપથી પકડી લીધો અને બેટ્સમેનને રન આઉટ કરવા માટે વિકેટકીપરના છેડે જોરદાર થ્રો ફેંક્યો.

વધુ જુઓ ...
    IPL 2022 ની 47મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) વચ્ચે ટક્કર થઈ અને KKR એ 5 હારની સાંકળ તોડી જીત મેળવી હતી. આ મેચમાં કોલકાતા (KKR)ની બેટિંગ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી, જ્યારે રાજસ્થાનનાં ફિલ્ડરે આકસ્મિક રીતે બોલ વિકેટ પર ફેંકવાને બદલે પોતાના જ બોલરને મારી દીધો હતો. જોકે આ ખેલાડી નસીબદાર હતો કે બોલ બોલરના જૂતાને વાગ્યો હતો. અન્યથા તેને ગંભીર ઈજા થઈ હોત. જે ખેલાડીએ આ થ્રો ફેંક્યો તે પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) હતો અને ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ઈજાઓથી અંશે બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં બની હતી. રાજસ્થાન તરફથી ડાબોડી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ આ ઓવર ફેંકી રહ્યો હતો. KKRના બેટ્સમેન બાબા ઈન્દ્રજીત બોલ્ટનો પહેલો બોલ મિડ ઓન તરફ રમ્યો હતો અને રન લેવા દોડ્યો હતો. આ વિસ્તારમાં ફિલ્ડિંગ કરતા, પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલને ઝડપથી પકડી લીધો અને બેટ્સમેનને રન આઉટ કરવા માટે વિકેટકીપરના છેડે જોરદાર થ્રો ફેંક્યો. પરંતુ બોલ વિકેટ પર અથડાવાને બદલે વચ્ચે ઉભેલા સાથી ખેલાડી ટ્રેન્ટ બોલ્ટને વાગ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બાબા ઈન્દ્રજીત અને એરોન ફિન્ચે એક રન ચોર્યો હતો.



    બોલ્ટ ઈજામાંથી બચી ગયો હતો

    બોલ્ટે આ થ્રોથી પોતાને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પરંતુ થ્રો એટલો ઝડપી હતો કે તેને આગળ વધવાનો સમય ન મળ્યો અને બોલ સીધો તેના જૂતામાં ગયો અને તે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ બોલ્ટ પોતાનું હાસ્ય રોકી શક્યો નહીં.

    આ પણ વાંચો- KKR vs RR: સતત 5 હાર બાદ KKR જીત્યું, રાણા-રિંકુની ઇનિંગ્સ રાજસ્થાન પર ભારે પડી

    KKR 5 હાર બાદ જીત્યું

    આ પહેલા કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાના બોલરોએ રાજસ્થાનને 152 રનમાં રોકી દીધું હતું. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. ત્યાં જ શિમરોન હેટમાયરે 13 બોલમાં 27 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રેયસ અય્યર (34), નીતીશ રાણા (48) અને રિંકુ સિંહ (42)એ KKR તરફથી મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગઈ છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 10માંથી 4 મેચ જીતી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, આઇપીએલ

    આગામી સમાચાર