Home /News /ipl /IPL 2022: કિરોન પોલાર્ડે અચાનક લીધો સંન્યાસ, હવે તે IPLમાં રમશે કે નહીં?
IPL 2022: કિરોન પોલાર્ડે અચાનક લીધો સંન્યાસ, હવે તે IPLમાં રમશે કે નહીં?
IPL 2022: કિરોન પોલાર્ડ નિવૃત્તિ જાહેર કરી છે. (એએફપી)
Kieron Pollard retire: કિરોન પોલાર્ડે સોશિયલ મીડિયા પર એક સંદેશ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, હું તમામ પસંદગીકારો, મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ ફિલ સિમોન્સનો આભારી છું કે તેમણે મારામાં રહેલી ક્ષમતા જોઈ અને મારી કારકિર્દી દરમિયાન મારામાં વિશ્વાસ જગાવ્યો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મારામાં જે આત્મવિશ્વાસ દર્શાવ્યો તે ખાસ કરીને આશ્વાસન આપનારો હતો,
કિરોન પોલાર્ડે (Kieron Pollard) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 34 વર્ષીય પોલાર્ડ IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો ભાગ છે. તે વેસ્ટ ઈન્ડિઝ (west indies)ની ટી-20 અને વન-ડે ટીમનો કેપ્ટન પણ છે. તેણે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આવી સ્થિતિમાં તે ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. જો કે આઈપીએલની વર્તમાન સિઝનમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ ઓવરઓલ ટી-20માં તેનો રેકોર્ડ ઘણો સારો છે. તેણે 11 હજારથી વધુ રન બનાવ્યા છે. આ સિવાય 300 થી વધુ વિકેટ પણ લીધી છે.
કિરોન પોલાર્ડે સોશિયલ મીડિયા પર એક સંદેશ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, હું તમામ પસંદગીકારો, મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ ફિલ સિમોન્સનો આભારી છું કે તેમણે મારામાં રહેલી ક્ષમતા જોઈ અને મારી કારકિર્દી દરમિયાન મારામાં વિશ્વાસ જગાવ્યો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મારામાં જે આત્મવિશ્વાસ દર્શાવ્યો તે ખાસ કરીને આશ્વાસન આપનારો હતો, કારણ કે મેં ટીમનું નેતૃત્વ કરવાના પડકારનો સામનો કરવા માટે આગળ વધ્યો હતો. તેણે કહ્યું, "હું સીડબ્લ્યુઆઈના પ્રમુખ રિકી સ્કેરિટનો આભાર અને પ્રશંસા વ્યક્ત કરવા માંગુ છું, ખાસ કરીને મારા કેપ્ટન તરીકેના સમય દરમિયાન સમર્થન અને પ્રોત્સાહન માટે".
કિરોન પોલાર્ડે 2007માં દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 20 ફેબ્રુઆરીએ કોલકાતામાં ભારત સામે રમી હતી. તે ટી-20 મેચ હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 123 વન-ડે અને 101 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે વન-ડેમાં 2706 રન બનાવ્યા છે. 3 સદી અને 13 અડધી સદી ફટકારી છે. 55 વિકેટ પણ લીધી હતી.
પોલાર્ડે ટી-20 ઈન્ટરનેશનલમાં 1569 રન બનાવ્યા છે. 6 અડધી સદી ફટકારી હતી. તેણે 42 વિકેટ પણ પોતાના નામે કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં માત્ર 27 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ત્યાં જ એકંદર ટી-20 માં તેણે અત્યાર સુધીમાં 587 મેચ રમી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર