Home /News /ipl /

જોસ બટલરે તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી, પેટ કમિન્સની બોલિંગ પર સિકસરફટકારી પૂરી કરી સદી

જોસ બટલરે તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી, પેટ કમિન્સની બોલિંગ પર સિકસરફટકારી પૂરી કરી સદી

જોસ બટલરે IPL 2022 સિઝનમાં તેની બીજી સદી ફટકારી. (PIC/Instagram)

IPL 2022: કોલકાતા સામે બટલર 61 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો હતો. તે પેટ કમિન્સના બોલ પર વરુણ ચક્રવર્તીના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે (Jos Buttler IPL Century) 2 એપ્રિલના રોજ રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે 68 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

વધુ જુઓ ...
    રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે (Jos Buttler) આઇપીએલ (IPL 2022) માં પોતાની બીજી સદી ફટકારી છે. બટલરે છેલ્લી વખતની રનર્સ-અપ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે વર્તમાન સિઝનની તેની બીજી સદી ફટકારી હતી. અનુભવી જમણા હાથના બેટ્સમેન બટલરે તેની સદીમાં 59 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બટલરની આઈપીએલ (IPL) કારકિર્દીની આ એકંદરે ત્રીજી સદી છે. બટલરે 90 મીટરની સિકસર સાથે પોતાની સદી પૂરી કરી હતી.

    કોલકાતા સામે બટલર 61 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો હતો. તે પેટ કમિન્સના બોલ પર વરુણ ચક્રવર્તીના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે (Jos Buttler IPL Century) 2 એપ્રિલના રોજ રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે 68 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. બટલર રાજસ્થાન તરફથી ત્રણ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

    આ પણ વાંચો- IPL 2022: દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાનો કેસ આવતા ટ્વિટર પર IPL રદ્દ કરવાની માંગ ઉઠી

    જોસ બટલરને યુસુફ પઠાણ, વોટસન અને કેએલ રાહુલની ક્લબમાં જગ્યા મળી

    IPLમાં પ્રથમ સદી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યુસુફ પઠાણે (100) બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફટકારી હતી. પઠાણે વર્ષ 2010માં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે રાજસ્થાન તરફથી રમતા શેન વોટસને (104 અણનમ) વર્ષ 2015માં KKR સામે સદી ફટકારી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે મુંબઈ સામેની તેની છેલ્લી મેચમાં આ જ મેદાન પર અણનમ 103 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો- PM Modi in Gujarat: પીએમ મોદીએ કચ્છની વિદ્યાર્થિનીને મહેસાણાના શિક્ષકો વિશે કર્યો સવાલ, જાણો કેમ?

    બટલરે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. બટલર IPLની એક જ સિઝનમાં બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Jos Buttler, Rajasthan royals, આઇપીએલ

    આગામી સમાચાર