રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરે IPL-2022ની પ્રથમ સદી મુંબઈ ઈન્ડિયન્સ સામે ફટકારી હતી. (પીટીઆઈ)
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ માટે આ ઓવર બાસિલ થમ્પીએ ફેંકી હતી, જે આઈપીએલની વર્તમાન સિઝનમાં ટીમનો સફળ બોલર છે. બેસિલે દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરંતુ બટલરે માત્ર 6 બોલમાં થમ્પીનો રેકોર્ડ બગાડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓપનર જોસ બટલરે (Jos buttler) શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ-2022 (IPL 2022) ની મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. તેણે સિઝનની પ્રથમ સદી પણ ફટકારી હતી. શનિવારે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતેની આ પ્રથમ ડબલ હેડર મેચ (MI vs RR)માં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા, જેણે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને જીતવા માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બટલરે પોતાની 300મી ટી-20 મેચમાં કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 50 અડધી સદી પણ ફટકારી છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોસ બટલર ઓપનિંગમાં આવ્યો અને તોફાની બેટિંગ કરી હતી. રાજસ્થાનને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલ (1)ના રૂપમાં લાગ્યો હતો, જે ટિમ ડેવિડના હાથે જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો. બટલર અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે 35 રન જોડ્યા હતા. કેપ્ટન સંજુ સેમસને 21 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 30 રન બનાવ્યા હતા. બટલર અને સેમસને ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી નોંધાવી હતી. કિરોન પોલાર્ડે આ ભાગીદારી તોડી અને સેમસનને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો. બટલર ઇનિંગની 19મી ઓવરના 5મા બોલ પર ટીમની 5મી વિકેટ તરીકે આઉટ થયો હતો. બુમરાહે તેને બોલ્ડ કર્યો હતો.
બટલરે માત્ર 66 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. પોતાની ઇનિંગમાં વિકેટ કીપર બેટ્સમેને 5 સિક્સર અને 11 ફોર ફટકારી હતી. જસપ્રીત બુમરાહે સાધારણ શરૂઆત કરી અને કેપ્ટન રોહિતના આ નિર્ણયને અમુક હદ સુધી યોગ્ય ઠેરવ્યો હતો. બુમરાહે તેની બીજી ઓવરમાં રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો પરંતુ બીજા છેડે જોસ બટલર અલગ મૂડમાં હતો. જોકે બટલરે 14 બોલમાં પહેલા 12 રન બનાવ્યા હતા. પરંતુ રાજસ્થાનની ઈનિંગની ચોથી ઓવરમાં ઈંગ્લિશ બેટ્સમેને તોફાન મચાવી દીધું હતું. આ ઓવરમાં તેણે કુલ 26 રન બનાવ્યા અને તેનો સ્કોર 20 બોલમાં 38 રન બની ગયો. એટલે કે સ્ટ્રાઈક રેટ 200ની નજીક આવી ગયો.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ ઓવર બાસિલ થમ્પીએ ફેંકી હતી, જે આઈપીએલની વર્તમાન સિઝનમાં ટીમનો સફળ બોલર છે. બેસિલે દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરંતુ બટલરે માત્ર 6 બોલમાં થમ્પીનો રેકોર્ડ બગાડ્યો હતો. બટલરે બેસિલનો પ્રથમ બોલ મિડવિકેટ તરફ રમ્યો હતો જોકે તેના પર કોઈ રન નોંધાયો નહીં. પછીના બોલ પર બટલરે મિડ ઓન તરફ ફોર આઉટ કર્યો હતો. ત્રીજા બોલ પર લોંગ ઓફ પર સીધો સિક્સર ફટકારી હતી.
બટલરનું તોફાન અહીં અટક્યું ન હતું. તેણે ચોગ્ગાની મદદથી પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ માટે તેણે માત્ર 32 બોલ લીધા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ બટલરે શાનદાર બેટિંગ કરી હતી. તે મેચમાં બટલરે 28 બોલમાં 35 રન બનાવ્યા હતા. મુંબઈ માટે આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ટાઈમલ મિલ્સે 3-3 જ્યારે પોલાર્ડે 1 વિકેટ ઝડપી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર