Home /News /ipl /IPL 2022: ટીમ ઈન્ડિયામાં થઇ અવગણના... KKRમાંથી નીકાળી દેવાયો, હવે 17 વિકેટ ઝડપી
IPL 2022: ટીમ ઈન્ડિયામાં થઇ અવગણના... KKRમાંથી નીકાળી દેવાયો, હવે 17 વિકેટ ઝડપી
ઘૂંટણના ઓપરેશનને કારણે કુલદીપ છેલ્લી આઈપીએલ રમી શક્યો ન હતો.(પીટીઆઈ)
IPL 2022: ઘૂંટણના ઓપરેશનને કારણે કુલદીપ છેલ્લી આઈપીએલ રમી શક્યો ન હતો. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં પોન્ટિંગે કહ્યું કે કુ અમે હરાજીમાં જે કેલાડીઓને પસંદ કરવા માંગતા હતા, કુલદીત તે ખેલાડીઓમાંથી એક હતો.
આઇપીએલ (IPL 2022) ની સિઝનમાં કુલદીપ યાદવ (kuldeep yadav) શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કુલદીપે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ (delhi capitals) તરફથી રમતા 17 વિકેટ ઝડપી છે. કુલદીપની કારકિર્દીમાં એક એવો તબક્કો હતો કે તે ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. રાષ્ટ્રીય ટીમ મેનેજમેન્ટે પણ તેને મોટાભાગનો સમય બહાર બેસાડી રાખ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ તેને પ્રાથમિકતા આપી ન હતી. આવા સમયે દિલ્હી કેપિટલ્સ તેમની સાથે જોડાઈ અને માત્ર તેને ઉમેર્યા જ નહીં, પરંતુ તેનો જૂનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં પણ મદદ કરી હતી.
દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કુલદીપને પુનરાગમન કરવામાં ટીમને કેવી રીતે મદદ કરી તે વિશે વાત કરી હતી. પોન્ટિંગે ધ્યાન દોર્યું કે કુલદીપ યાદવ જેવા અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડીને ઉગારવા માટે "સકારાત્મક વાતાવરણ"ની જરૂર છે, જેમાં ઘણો પ્રેમ અને યોગ્ય કાળજી શામેલ છે, અને દિલ્હીની ટીમે તેને તે પ્રદાન કર્યું છે.
ઘૂંટણના ઓપરેશનને કારણે કુલદીપ છેલ્લી આઈપીએલ રમી શક્યો ન હતો. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં પોન્ટિંગે કહ્યું કે કુ અમે હરાજીમાં જે કેલાડીઓને પસંદ કરવા માંગતા હતા, કુલદીત તે ખેલાડીઓમાંથી એક હતો.
અમે તેને ઘણો પ્રેમ આપ્યો અને પૂરી કાળજી લીધી. ઓપરેશન બાદ જ્યારે મોટાભાગની ફ્રેન્ચાઈઝી ટીમ તેના પ્રદર્શનને લઈને આશંકિત હતી ત્યારે દિલ્હીએ તેને ખરીદ્યો હતો. આ સ્પિનરે અત્યાર સુધી શાનદાર બોલિંગ કરીને ટીમ મેનેજમેન્ટના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર