Home /News /ipl /VIDEO: મુંબઈ ઈન્ડિયન્સની પ્રેક્ટિસમાં 'ત્રીજી શક્તિ'નો હુમલો, જુઓ કેવી રીતે મેદાનમાં ખેલાડીઓએ બચાવ્યો જીવ

VIDEO: મુંબઈ ઈન્ડિયન્સની પ્રેક્ટિસમાં 'ત્રીજી શક્તિ'નો હુમલો, જુઓ કેવી રીતે મેદાનમાં ખેલાડીઓએ બચાવ્યો જીવ

મુંબઈના ટ્રેનિંગ સેશનમાં મધમાખીઓના ઝૂંડના આગમનને કારણે ખેલાડીઓ મેદાનમાં સૂઈ ગયા. (PIC-સ્ક્રીનગ્રાબ)

IPL 2022: ક્રિકેટના મેદાન પર આ પહેલીવાર નથી જ્યારે અચાનક મધમાખીઓએ આ રીતે હુમલો કર્યો હોય. આ પહેલા પણ ઘણી વખત મેચ દરમિયાન ખેલાડી અને અમ્પાયરને આવી સ્થિતિનો ભોગ બનવું પડ્યું છે. મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 21 એપ્રિલ (ગુરુવાર) એટલે કે આજે રમાશે.

વધુ જુઓ ...
રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે આઈપીએલ (IPL 2022) ની 15મી સીઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. રોહિત શર્મા (Rohist Sharma)ની કપ્તાનીવાળી ટીમ વર્તમાન સિઝનમાં પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. સતત છ મેચ હારીને ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર છે. મુંબઈ (MI)ને તેની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરવો પડશે, આવી સ્થિતિમાં આ મેચ તેમના માટે 'કરો યા મરો' સમાન છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા મુંબઈના ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે અચાનક મધમાખીઓના ઝૂંડએ તેમના પર હુમલો કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. અઢાર સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મધમાખીઓનું એક મોટું ટોળું મેદાન પર મંડરાઈ રહ્યું છે, ત્યાર બાદ ખેલાડીઓ મેદાનમાં મોઢું છુપાવીને સૂઈ જાય છે. જો કે આ દરમિયાન મધમાખીઓએ કોઈને ડંખ માર્યો ન હતો. મધમાખીઓનું ટોળું ખસી ગયા પછી મુંબઈના ખેલાડીઓએ ફરી પ્રેક્ટિસ શરૂ કરી હતી.



ક્રિકેટના મેદાન પર આ પહેલીવાર નથી જ્યારે અચાનક મધમાખીઓએ આ રીતે હુમલો કર્યો હોય. આ પહેલા પણ ઘણી વખત મેચ દરમિયાન ખેલાડી અને અમ્પાયરને આવી સ્થિતિનો ભોગ બનવું પડ્યું છે. મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 21 એપ્રિલ (ગુરુવાર) એટલે કે આજે રમાશે. મુંબઈ 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ પણ વાંચો- IPL 2022: 2 વર્ષમાં 5 મેચ રમનાર બોલરે આઇપીએલમાં મચાવ્યો તરખાટ, બેટ્સમેનો માટે બન્યો કાળ!

આ છ ટીમો સામે હારી ગઇ છે મુંબઇ

મુંબઈને આ સિઝનની પ્રથમ છ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ સિઝનમાં CSKની ઘણી મેચોમાં પણ હાર થઈ છે.

આ પણ વાંચો- IPL 2022: નામ બડે... દર્શન છોટે, કરોડોમાં વેચાયેલા 3 વિદેશી ખેલાડીઓએ કર્યું બકવાસ પ્રદર્શન

સૂર્યકુમાર, બ્રેવિસ અને તિલકે કર્યા પ્રભાવિત

કેપ્ટન રોહિત શર્મા સહિત ઈશાન કિશન અને કિરન પોલાર્ડ પણ રન માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માએ તેમના પ્રદર્શનથી ચોક્કસપણે દર્શકોને પ્રભાવિત કર્યા છે.
First published:

Tags: IPL 2022, IPL Latest News, Mumbai indians, આઇપીએલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો