IPL 2022: આ ક્રિકેટર 6 દિવસમાં ઝીરોમાંથી બન્યો હીરો, એક ઓવરમાં 3 વિકેટ લીધી અને મુંબઈને હરાવ્યું
IPL 2022: આ ક્રિકેટર 6 દિવસમાં ઝીરોમાંથી બન્યો હીરો, એક ઓવરમાં 3 વિકેટ લીધી અને મુંબઈને હરાવ્યું
IPL 2022: રાહુલ તેવટિયાએ ઓડિયન સ્મિથના છેલ્લા 2 બોલ પર સિક્સર ફટકારી હતી. (પંજાબ કિંગ્સ ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: ઓડિયન સ્મિથે ચોથા બોલ પર જસપ્રિત બુમરાહ અને છેલ્લા બોલ પર ટાઇમલ મિલ્સને આઉટ કર્યો હતો. તેણે 3 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે તેના બોલ પર 3 સિક્સ પણ લાગી હતી. તેણે ડિવાલ્ડ બ્રેવિસની પણ મોટી વિકેટ લીધી હતી.
આઇપીએલ 2022 (IPL 2022) ઓડિયન સ્મિથ (Odean Smith) માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ આ ફાસ્ટ બોલર તરફ આંગળી ચીંધવામાં આવી હતી. પરંતુ ટુર્નામેન્ટ (IPL 2022) ની એક મેચમાં તેને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે 20મી ઓવર નાંખવા માટે મળી હતી. આ વખતે તેણે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી હતી. આ બંને મેચ 6 દિવસના અંતરે રમાઈ હતી. જેના કારણે પંજાબ કિંગ્સની ટીમ આ મેચ 12 રને જીતવામાં સફળ રહી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબે 5 વિકેટે 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 9 વિકેટે 186 રન જ બનાવી શકી હતી. પંજાબની 5 મેચમાં આ ત્રીજી જીત છે. ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઇ છે.
મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 22 રન બનાવવાના હતા, જ્યારે 4 વિકેટ બાકી હતી. જયદેવ ઉનડકટે પ્રથમ બોલ પર મિડવિકેટ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ પછી ઓડિયન સ્મિથ થોડા દબાણમાં દેખાયો હતો. બીજા બોલે 2 રન. ત્રીજા બોલ પર તેણે ઉનડકટને આઉટ કરીને તેનો બદલો લીધો હતો. હવે 3 બોલમાં 14 રન બનાવવાના હતા. તેણે આગળનો બોલ વાઈડ ફેંક્યો હતો.
ઓડિયન સ્મિથે ચોથા બોલ પર જસપ્રિત બુમરાહ અને છેલ્લા બોલ પર ટાઇમલ મિલ્સને આઉટ કર્યો હતો. તેણે 3 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે તેના બોલ પર 3 સિક્સ પણ લાગી હતી. તેણે ડિવાલ્ડ બ્રેવિસની પણ મોટી વિકેટ લીધી હતી. તેણે 25 બોલમાં 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેના કારણે મુંબઈએ પણ મેચમાં વાપસી કરી હતી. બ્રેવિસે લેગ સ્પિનર રાહુલ ચહરની એક ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. તેણે આ ઓવરમાં 23 રન બનાવ્યા હતા.
આ પહેલા પંજાબ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રન બનાવવાના હતા. પહેલો બોલ વાઈડ હતો. ત્યારબાદ પંડ્યા પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. બીજા બોલે એક રન થયો. મિલરે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ચોથા બોલ પર રન લીધો. હવે ગુજરાતને 2 બોલમાં 12 રન કરવાના હતા. રાહુલ તેવટિયાએ સતત બે છગ્ગા ફટકારીને ગુજરાતને રોમાંચક જીત અપાવી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર