હાર્દિક પંડ્યાના હેલ્મેટ પર બાઉન્સર વાગ્યા બાદ નતાશા સ્ટેનકોવિક (pc: વીડિયો સ્ક્રીનશૉટ)
IPL 2022, Hardik pandya: મેચ દરમિયાન ઉમરાન મલિકનો એક બાઉન્સર સીધો પંડ્યાના હેલ્મેટ પર વાગ્યો હતો. આ જોઈને સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (natasa Stankovic) પણ ચોંકી ગઈ હતી. ખરેખરમાં ઉમરાન મલિકે તેનો પહેલો જ બોલ બાઉન્સર ફેંક્યો હતો, જે સીધો પંડ્યાના હેલ્મેટમાં વાગ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) થોડો બચી ગયો હતો. મેચ દરમિયાન ઉમરાન મલિકનો એક બાઉન્સર સીધો પંડ્યાના હેલ્મેટ પર વાગ્યો હતો. આ જોઈને સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (natasa Stankovic) પણ ચોંકી ગઈ હતી. ખરેખરમાં ઉમરાન મલિકે તેનો પહેલો જ બોલ બાઉન્સર ફેંક્યો હતો, જે સીધો પંડ્યાના હેલ્મેટમાં વાગ્યો હતો. તેજ ઝડપે આવતા બોલના કારણે પંડ્યા પણ સંપૂર્ણપણે હચમચી ગયો હતો.
થોડી જ વારમાં ફિઝિયો પણ ડ્રેસિંગ રૂમમાંથી ભાગવા લાગ્યા હતા. જો કે ગુજરાત (gujarat titans)ના કેપ્ટને તેને પરત મોકલી દીધો હતો. આ ઘટના જોઈને નતાશા પણ ચોંકી ગઈ હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડીવાર પછી પંડ્યાએ સ્વસ્થ થવાનો સંકેત આપ્યો અને ફરી બેટિંગ શરૂ કરી હતી.
ગુજરાત સામેની મેચમાં ઉમરાને સતત 145 KMPH ની ઝડપે બોલ ફેંક્યો હતો. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે સનરાઇઝર્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કેન વિલિયમસનની ટીમે 5 બોલ પહેલા 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
ગુજરાત તરફથી કેપ્ટન પંડ્યાએ 42 બોલમાં અણનમ 50 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અભિનવ મનોહરે 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. ત્યાં જ હૈદરાબાદ તરફથી વિલિયમસને 46 બોલમાં 57 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 18 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 32 બોલમાં 42 રન બનાવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર