IPL 2022ની ચોથી મેચ શરૂ થઈ ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ટીમો પ્રથમ વખત ટી-20 લીગમાં પ્રવેશી રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં ટોસ જીત્યો હતો. તેણે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેદાન તેના માટે ખાસ રહ્યું છે. તે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો ભાગ હતો અને તે ટીમનું હોમ ગ્રાઉન્ડ હતું. ત્યા જ કેએલ રાહુલ (KL Rahul) લખનૌની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા લખનૌ તરફથી રમી રહ્યો છે. એટલે કે પ્રથમ વખત બંને ભાઈઓ ટી-20 લીગમાં એકબીજાની સામે મેદાનમાં ઉતર્યા છે.
આ સિવાય કૃણાલ પંડ્યા અને દીપક હુડ્ડા (Deepak Hooda) પણ લખનૌની એક જ ટીમમાં છે. બંને વચ્ચે મેદાનમાં વિવાદ થયો હતો. આ પછી હુડ્ડા હોમ ટીમ સાથે જોડાયો. પરંતુ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે (Gautam Gambhir) કહ્યું કે બંને પ્રોફેશનલ ખેલાડી છે. આવી સ્થિતિમાં તેમની સાથે રમવાથી કોઈ ફરક નહીં પડે. ત્યાં જ હાર્દિક અને રાહુલ પણ સારા મિત્રો છે અને બંને ખેલાડીઓ પ્રથમ વખત કેપ્ટન તરીકે એકબીજા સામે રણનીતિ બનાવતા જોવા મળી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સમાં લેગ સ્પિનર રાશિદ ખાન હરાજી પહેલા તેને ટીમે 15 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. તે ટી- 20 માં 400 વિકેટ સાથે IPL ઇતિહાસનો સૌથી કંજૂસ બોલર પણ છે. આવી સ્થિતિમાં રાશિદ આ પ્રદર્શનને જાળવી રાખવા માંગશે. તે લાંબા સમય સુધી સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. પરંતુ વર્તમાન સિઝન પહેલા તે ટીમથી અલગ થઈ ગયો હતો. ત્યાં જ મુંબઈના ઘણા સ્ટાર ખેલાડીઓ તેમનાથી અલગ થઈ ગયા છે. જેમાં હાર્દિક અને કૃણાલ પણ સામેલ છે.
વાનખેડે પિચ પર ગુજરાત ટાઇટન્સને ફાયદો મળી શકે છે. કારણ કે બીજા દાવમાં અહીં ઝાકળ પડે છે. આવી સ્થિતિમાં બોલિંગ સ્પિનરો માટે આસાન નહીં હોય. આ મેચ પહેલા ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમે ત્રણેય મેચ જીતી છે. એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રણેય હાર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર