દિલ્હી કેપિટલ્સ સામેની જીત બાદ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યા નહીં. (PIC.Screengrab)
IPL 2022: પોતાની ટીમની જીત બાદ ગંભીર એટલો આક્રમક બની ગયો હતો કે તેના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે ગંભીર પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને તેના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા.
આઇપીએલ 2022 (IPL 2022)ની 45મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે (lucknow super giants) દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. કેએલ રાહુલ (KL Rahul)ની આગેવાની હેઠળની સુપર જાયન્ટ્સે વર્તમાન સિઝન (IPL 2022) માં રમાયેલી તેમની 10 મેચમાંથી 7માં જીત મેળવીને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચની અંતિમ ક્ષણોમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા ન હતા.
ખરેખરમાં દિલ્હી કેપિટલ્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલ ક્રિઝ પર હાજર હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી માર્કસ સ્ટોઇનિસ મેચની છેલ્લી ઓવર નાંખવા આવ્યો હતો. સ્ટોઈનિસની ઓવરના પહેલા જ બોલ પર કુલદીપે સિક્સર ફટકારી હતી. બીજો બોલ વાઈડ ગયો હતો. અને આગલા બોલ પર કુલદીપ દોડ્યો અને રન લીધો હતો. ત્યારપછીના ત્રણ બોલ પર કોઈ રન થયો ન હતો. અક્ષરે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ તે જીત માટે અપૂરતી હતી.
Nothing better sight than watching Gautam Gambhir's aggression
Missing his batting pic.twitter.com/fRUkoQr1J2
પોતાની ટીમની જીત બાદ ગંભીર એટલો આક્રમક બની ગયો હતો કે તેના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે ગંભીર પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને તેના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 3 વિકેટે 195 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન કેએલ રાહુલે 51 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી, જ્યારે દીપક હુડ્ડા 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર ઓપનર ક્વિન્ટન ડી કોક 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણેય વિકેટ લીધી હતી.