Home /News /ipl /

IPL 2022: વિરાટ કોહલીની માફક રોહિત શર્મા પણ કેપ્ટનશિપ છોડી શકે છે, પૂર્વ દિગ્ગજે કરી મોટી વાત

IPL 2022: વિરાટ કોહલીની માફક રોહિત શર્મા પણ કેપ્ટનશિપ છોડી શકે છે, પૂર્વ દિગ્ગજે કરી મોટી વાત

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ તેની ચારેય શરૂઆતની મેચ હારી ગઈ છે. (મુંબઈ ઈન્ડિયન્સ ઈન્સ્ટાગ્રામ)

IPL 2022: ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે મને લાગતું હતું કે વિરાટ કોહલીની જેમ રોહિત પણ કેપ્ટન્સી છોડીને થોડું રિલેક્સ અનુભવતા બેટ્સમેનની ભૂમિકા ભજવશે.

    આઇપીએલ 2022 (IPL 2022) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નું પ્રદર્શન સરેરાશથી ઘણું ઓછું રહ્યું છે. ટીમ ટૂર્નામેન્ટની તેની ચારેય પ્રારંભિક મેચો હારી ગઈ છે. ટીમ ટેબલમાં સૌથી નીચેના 10મા ક્રમે છે. જેના કારણે 5 વખતની ચેમ્પિયન ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાને ફટકો પડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ અત્યાર સુધી બેટથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે 4 મેચમાં 20ની એવરેજથી 80 રન બનાવ્યા છે. તે અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. થોડા સમય બાદ ટીમ તેની 5મી મેચમાં પંજાબ કિંગ્સ (MI vs PBKS) સામે જશે. પંજાબે અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે. મયંક અગ્રવાલ ટીમનો કેપ્ટન છે.

    Cricinfo સાથે વાત કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે મને લાગતું હતું કે વિરાટ કોહલીની જેમ રોહિત પણ કેપ્ટન્સી છોડીને થોડું રિલેક્સ અનુભવતા બેટ્સમેનની ભૂમિકા ભજવશે. કાયરન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે સારી કેપ્ટનશીપ કરે છે અને તે તેની જવાબદારી તેમને આપી શકે છે. તમને જણાવી દઇએ કે મુંબઈએ સૌથી પહેલા 2013માં રોહિતને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તેણે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

    આ પણ વાંચો- IPL 2022: આઇપીએલમાં દર 9 બોલ પર વિકેટ લેનાર બોલરને દિલ્હીએ કેમ ખરીદ્યો? રિકી પોન્ટિંગે આપ્યો જવાબ

    દબાણ હેઠળ બેટિંગ

    સંજય માંજરેકરે કહ્યું કે ઓક્શનના બાદથી જ મુંબઈની ટીમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મારા મતે ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. મેં ઘણા સમય પહેલા આની આગાહી કરી છે. તેમણે કહ્યું કે જ્યારે રોહિત ટીમ ઈન્ડિયા માટે રમે છે ત્યારે તેની બેટિંગ સારી થઈ જાય છે. પરંતુ તે IPLમાં એન્કર રોલમાં દબાણમાં આવે છે. છેલ્લી 3-4 સિઝનથી આવું લાગે છે. તેણે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી અને કહ્યું કે તે ટીમની મહત્વની કડી છે. સૂર્યકુમારે અત્યાર સુધીમાં 2 મેચ રમી છે અને બંનેમાં તેણે અડધી સદી ફટકારી છે.

    આ પણ વાંચો- CSK vs RCB: મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઘડીએ યુક્તિ કરી અને વિરાટ કોહલીનું કામ તમામ કરી નાંખ્યું

    બુમરાહ સિવાય બીજું કોઈ નહીં

    સંજય માંજરેકરે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ પણ નબળી દેખાઈ રહી છે. જસપ્રીત બુમરાહ સિવાયના કોઈપણ બોલરને લો, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે ટીમે અત્યાર સુધી ટાઇમલ મિલ્સ, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ અને બેસિલ થમ્પીને તક આપી છે. તેમની ક્ષમતા ઓછી છે. જો ટીમે આગળ વધવું હશે તો તેમના બેટ્સમેનોએ કંઈક મોટું કરવું પડશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian premier league, IPL 2022, Mumbai indians, આઇપીએલ

    આગામી સમાચાર