Home /News /ipl /

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે ઈતિહાસ રચ્યો, RCB કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં 10 બોલમાં 54 રન ફટકાર્યા

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે ઈતિહાસ રચ્યો, RCB કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં 10 બોલમાં 54 રન ફટકાર્યા

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે 88 રન બનાવ્યા. (Faf Du Plessis Instagram)

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે IPLની 15મી સિઝનમાં શાનદાર ડેબ્યૂ કર્યું છે. તેણે આરસીબીના કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સ સામે અડધી સદી ફટકારી હતી.

    ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) આઈપીએલ 2022માં આક્રમક ઈનિંગ્સ સાથે ડેબ્યુ કર્યું છે. IPL 2022 (IPL 2022) ની એક મેચમાં તેણે પંજાબ કિંગ્સ (Punjab Kings સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આરસીબી (RCB)ના કેપ્ટન તરીકે આ તેની પ્રથમ મેચ છે. છેલ્લી સિઝન બાદ વિરાટ કોહલી (Virat Kohi)એ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. પ્લેસિસે 57 બોલમાં 88 રન બનાવ્યા હતા. 7 છગ્ગા અને 3 ચોગ્ગા પણ તેણે ફટકાર્યા હતા. એટલે કે તેણે 10 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેણે કોહલી સાથે બીજી વિકેટ માટે 118 રનની મોટી ભાગીદારી કરી હતી. IPL ઈતિહાસની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ક્યારેય ટાઈટલ જીતી શકી નથી.

    મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે (Mayank Agarwal) ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો ભાગ હતો. તેણે 633 રન બનાવ્યા હતા અને સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા નંબર પર છે. વર્તમાન સિઝન પહેલા યોજાયેલી હરાજીમાં આરસીબીએ તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટને ટી-20માં પણ 3 સદી ફટકારી છે. પરંતુ આજે તે તેનાથી 12 રન દૂર હતો. તેને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો.

    આ પણ વાંચો- IPL 2022, MI vs DC: હારીને પણ મુંબઈ ઈન્ડિયન્સને થયો 'બમણો' ફાયદો! જાણો કેવી રીતે?

    49મી વખત 50થી વધુ રન બનાવ્યા

    37 વર્ષીય ફાફ ડુ પ્લેસિસે આ મેચ પહેલા ટી-20ની 260 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 7140 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી અને 45 અડધી સદી હતી. એટલે કે તેણે 49મી વખત 50થી વધુ રન બનાવ્યા છે. તેણે 229 સિક્સ પણ ફટકારી છે. તેણે ટી-20 ઈન્ટરનેશનલમાં સદી સાથે 1500થી વધુ રન બનાવ્યા છે. ડુ પ્લેસિસની આ IPLની 101મી મેચ હતી. તેણે 35ની એવરેજથી 2936 રન બનાવ્યા છે. 22 અડધી સદી ફટકારી છે. 96 રનની મોટી ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો- IPL 2022: લલિત યાદવ અને અક્ષરે મુંબઈ ઈન્ડિયન્સના જડબામાંથી જીત છીનવી લીધી, જાણો MIએ ક્યાં ભૂલ કરી

    મેચમાં પહેલા રમતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 વિકેટે 205 રન બનાવ્યા હતા. આ રીતે પંજાબને મેચ જીતવા માટે 206 રન બનાવવાના છે. ડુ પ્લેસિસ સિવાય અન્ય ઓપનર બેટ્સમેન અનુજ રાવતે 21 રન બનાવ્યા હતા. બીજી તરફ વિરાટ કોહલી 29 બોલમાં 41 અને દિનેશ કાર્તિકે 14 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યા હતા. વર્તમાન સિઝનમાં પ્રથમ વખત કોઈ ટીમ 200 રન બનાવવામાં સફળ રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Faf du plessis, IPL 2022, IPL Latest News, PBKS VS RCB, RCB, Virat kohli record, આઇપીએલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन