Home /News /ipl /IPL 2022: યુવા ક્રિકેટરનું સપનું થયુ સાકાર, સચિન તેંડુલકર તરફથી મળ્યો ખાસ એવોર્ડ

IPL 2022: યુવા ક્રિકેટરનું સપનું થયુ સાકાર, સચિન તેંડુલકર તરફથી મળ્યો ખાસ એવોર્ડ

IPL 2022: Dewald Brevis એ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 196ના સ્ટ્રાઈક રેટથી 49 રન બનાવ્યા હતા. (મુંબઈ ઈન્ડિયન્સ ટ્વિટર)

IPL 2022: પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેબી એબીના નામથી પ્રખ્યાત 18 વર્ષના ડેવાલ્ડ બ્રેવિસે (Dewald Brevis) શાનદાર બેટિંગ કરી હતી. તેણે પંજાબ કિંગ્સના લેગ સ્પિનર ​​રાહુલ ચાહરના બોલ પર સતત 4 સિક્સર ફટકારી હતી. આ મેચમાં બ્રેવિસે માત્ર 25 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જોકે મુંબઈ (Mumbai Indians)ની ટીમ આ મેચ હારી ગઈ હતી. તે છતાં ડેવાલ્ડનું મોટું સ્વપ્ન સાકાર થયું છે.

વધુ જુઓ ...
  અત્યાર સુધી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2022 દુઃસ્વપ્ન જેવું સાબિત થયું છે. ટીમને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. ટીમને અત્યાર સુધીની પાંચેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક દિવસ પહેલા પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ મુંબઈ નિષ્ફળ રહ્યું હતું.પરંતુ રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળની આ ટીમ માટે સારી વાત એ છે કે યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેબી એબીના નામથી પ્રખ્યાત 18 વર્ષના ડેવાલ્ડ બ્રેવિસે (Dewald Brevis) શાનદાર બેટિંગ કરી હતી. તેણે પંજાબ કિંગ્સના લેગ સ્પિનર ​​રાહુલ ચાહરના બોલ પર સતત 4 સિક્સર ફટકારી હતી. આ મેચમાં બ્રેવિસે માત્ર 25 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જોકે મુંબઈ (Mumbai Indians)ની ટીમ આ મેચ હારી ગઈ હતી. તે છતાં ડેવાલ્ડનું મોટું સ્વપ્ન સાકાર થયું છે.

  ડેવાલ્ડ બ્રેવિસને પંજાબ કિંગ્સ સામે 196ના સ્ટ્રાઈક રેટથી 49 રન બનાવવા બદલ તેના આઇડલ સચિન તેંડુલકર (Sachin Tendulkar) તરફથી વિશેષ એવોર્ડ મળ્યો હતો. સચિને આ ઇનિંગ માટે તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો અને ડ્રેસિંગ રૂમમાં આ 18 વર્ષના બેટ્સમેન પર બેજ લગાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને મેગા ઓક્શનમાં 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બ્રેવિસે પંજાબ કિંગ્સના સ્પિનર ​​રાહુલ ચાહરની એક ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. તે એક રનથી અડધી સદી ચૂકી ગયો હતો. પરંતુ મુંબઈને જીતની ઉંબરે લઈ જનાર આ બેટ્સમેને દિગ્ગજોને પોતાની ઈનિંગ્સના ચાહક બનાવી દીધા હતા.

  આ પણ વાંચો- IPL 2022: ગલી ક્રિકેટ રમતો છોકરો કેવી રીતે બની ગયો ઝડપી બોલર, જાણો સંપૂર્ણ કહાણી

  IPL 2022માં બ્રેવિસનું જોરદાર પ્રદર્શન

  બેબી એબી તરીકે પ્રખ્યાત બ્રેવિસ IPL 2022માં અત્યાર સુધીમાં 3 મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે કુલ 86 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં બ્રેવિસે આઈપીએલની શરૂઆત કરી હતી. આ મેચમાં પણ તેણે માત્ર 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા અને પોતાની પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ 18 વર્ષીય બેટ્સમેને અત્યાર સુધી રમાયેલી 12 ટી-20માં 293 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 16 સિક્સર ફટકારી છે.

  આ પણ વાંચો- IPL 2022: રોહિત-ધોની નહીં, 18 વર્ષના છોકરાએ સૌથી લાંબી સિક્સ ફટકારી; જાણો સિઝનની 5 લાંબી સિક્સર

  બ્રેવિસ અંડર-19 વર્લ્ડ કપનો ટોપ સ્કોરર હતો

  બ્રેવિસ આ વર્ષના અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટની 6 મેચમાં કુલ 506 રન બનાવ્યા હતા. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી અને તે ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો. આ પ્રદર્શન જોઈને બ્રેવિસને મુંબઈ ઈન્ડિયન્સે ભારે કિંમતે ખરીદ્યો હતો અને અત્યાર સુધી તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian premier league, IPL 2022, IPL Latest News, Sachin tendulkar career, આઇપીએલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन