IPL 2022: આ મેચમાં રોહિત કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 7 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતે IPLની આ સિઝનની 6 ઇનિંગ્સમાં 19ની એવરેજથી 114 રન બનાવ્યા છે જેમાં 41 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રોહિતની આ નબળી બેટિંગ જોઈને એક પ્રશંસકે રોહિતને ટેગ કરીને ટ્વીટ કર્યું, 'કૃપા કરીને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપો અને બેટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપો.'
રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સને IPLની 15મી સિઝનમાં સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રતિષ્ઠિત ટી-20 લીગ (IPL 2022) ના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે મુંબઈ (Mumbai Indians)ની ટીમને પ્રથમ છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય. મુંબઈની લખનૌ સુપર જાયન્ટ્સ સામે 18 રનથી હાર થઈ હતી. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમનું ખરાબ પ્રદર્શન જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
આ પહેલા વિરાટ કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ વર્ષ 2019માં સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે વિરાટ કોહલીના આ અનિચ્છનીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલા 200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં રોહિત કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 7 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતે IPLની આ સિઝનની 6 ઇનિંગ્સમાં 19ની એવરેજથી 114 રન બનાવ્યા છે જેમાં 41 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રોહિતની આ નબળી બેટિંગ જોઈને એક પ્રશંસકે રોહિતને ટેગ કરીને ટ્વીટ કર્યું, 'કૃપા કરીને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપો અને બેટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપો.'
અન્ય એક યુઝરે લખ્યું, 'રોહિત શર્માને તાત્કાલિક અસરથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી પરથી હટાવી દેવો જોઈએ.' મુંબઈની ટીમે રેકોર્ડ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. તેની ટીમમાં ઘણા મોટા ખેલાડીઓ છે.
અન્ય એક યુઝરે લખ્યું, 'રોહિત, ઓછામાં ઓછું IPLની કેપ્ટન્સીથી રાજીનામું આપો. આઉટ ઓફ ફોર્મ અને બેટિંગમાં કંગાળ સુકાની. તેવી જ રીતે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવા માટે કહી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર