Home /News /ipl /IPL 2022: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB સાથે હાથ મિલાવવાની મનાઈ હતી, જાણો શું હતું કારણ
IPL 2022: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB સાથે હાથ મિલાવવાની મનાઈ હતી, જાણો શું હતું કારણ
IPL 2022: IPL 2022 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી (PC: PTI)
IPL 2022: હકીકતમાં દિલ્હીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર ટીમને ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી. જોકે કોઈપણ ખેલાડીનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો ન હતો, પરંતુ બોર્ડે સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ જારી કરી હતી.
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (DC vs RCB) વચ્ચેની IPL 2022ની મેચમાં BCCI દ્વારા ખેલાડીઓને વિનંતી કરવામાં આવી હતી. મેચ પહેલા બીસીસીઆઈ (BCCI)એ રિષભ પંતની દિલ્હીને (Delhi Capitals) આરસીબીના કોઈપણ ખેલાડી સાથે હાથ ન મિલાવવાનું કહ્યું હતું. ખરેખરમાં આ વિનંતી બચાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ દિલ્હી ટીમ (DC)માં કોરોના કેસના આગમનને કારણે બોર્ડે આ પ્રકારનો પરિપત્ર જારી કર્યો હતો.
હકીકતમાં દિલ્હીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર ટીમને ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી. જોકે કોઈપણ ખેલાડીનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો ન હતો, પરંતુ બોર્ડે સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ જારી કરી હતી.
કોરોનાના કારણે ટૂર્નામેન્ટને છેલ્લી સિઝન અદ્ધવચ્ચે રોકવી પડી હતી.
ગત સિઝનમાં બીસીસીઆઈ માટે કોરોના રોગચાળો માથાનો દુખાવો બની ગયો હતો. ગત સિઝનમાં ઘણા ખેલાડીઓ આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા. જેના કારણે બોર્ડે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ અટકાવવી પડી હતી. જો કે આ વખતે વાયરસનો ખતરો નહિવત છે, પરંતુ તેમ છતાં બોર્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી.
દિલ્હી અને RCB વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો RCBએ આ મેચ 16 રને જીતી લીધી હતી. દિનેશ કાર્તિકે 34 બોલમાં અણનમ 66 રનની ઇનિંગ રમીને આરસીબીની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. જોશ હેઝલવુડે 28 રનમાં 3 વિકેટ લીધી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર