Home /News /ipl /DC vs SRH: દિલ્હીના ભૂતપૂર્વ કોચે પંતની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે નક્કી કરવું પડશે...
DC vs SRH: દિલ્હીના ભૂતપૂર્વ કોચે પંતની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે નક્કી કરવું પડશે...
DC vs SRH: ઋષભ પંત વર્તમાન સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. (ઋષભ પંત ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: સુરેશ રૈનાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, મારા માટે ઋષભ પંત કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે કુલદીપ યાદવનો સારી રીતે ઉપયોગ કર્યો છે અને હવે તે દિલ્હીને જીત તરફ લઈ જઈ રહ્યો છે. બેટ્સમેન તરીકે પંતનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી છે. તે મોટી મેચોનો ખેલાડી છે અને કોચ રિકી પોન્ટિંગના માર્ગદર્શનમાં તે બહુ જલ્દી મોટી ઇનિંગ્સ રમવાનો છે.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈના (suresh raina)નું માનવું છે કે ઋષભ પંતે (Rishabh pant) દિલ્હી કેપિટલ્સ (delhi capitals)ના કેપ્ટન તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ડાબોડી સ્પિનર કુલદીપ યાદવનો શાનદાર ઉપયોગ તેનો પુરાવો છે. કુલદીપ છેલ્લા 2 વર્ષથી ખરાબ લય સાથે ઝઝૂમી રહ્યો હતો અને તેણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. પરંતુ પૂર્વ કોચ કૈફે (Mohammed Kaif) પંત પર સવાલ ઉઠાવ્યા છે. કુલદીપે આઈપીએલ (PL 2022) ની આ સિઝનમાં અત્યાર સુધીમાં 17 વિકેટ ઝડપી છે અને તેની સફળતાનો શ્રેય ટીમના યુવા કેપ્ટનને આપ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ (DC vs SRH) રમી રહી છે. મેચમાં હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સુરેશ રૈનાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, મારા માટે ઋષભ પંત કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે કુલદીપ યાદવનો સારી રીતે ઉપયોગ કર્યો છે અને હવે તે દિલ્હીને જીત તરફ લઈ જઈ રહ્યો છે. બેટ્સમેન તરીકે પંતનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી છે. તે મોટી મેચોનો ખેલાડી છે અને કોચ રિકી પોન્ટિંગના માર્ગદર્શનમાં તે બહુ જલ્દી મોટી ઇનિંગ્સ રમવાનો છે.
અન્ય એક ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે, ઋષભ પંતે નક્કી કરવું પડશે કે તે આવનારી મેચોમાં કોઈ વલણ સાથે બેટિંગ કરશે કે નહીં. આ ટીમના ભૂતપૂર્વ સહાયક કોચ કૈફે કહ્યું કે ઋષભ પંતે નક્કી કરવું પડશે કે તેણે સંપૂર્ણ 20 ઓવર બેટિંગ કરવી છે કે પછી તે પિંચ હિટરની ભૂમિકા ભજવવા માંગે છે. કેપ્ટન પંતે નક્કી કરવું પડશે કે ટીમના હિતમાં શું છે.
તેણે કહ્યું કે પંતમાં પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા છે, પરંતુ બેટ્સમેન તરીકે તેનું પ્રદર્શન આ વર્ષે સારું રહ્યું નથી. તેથી મને લાગે છે કે તેના પર કેપ્ટન તરીકે અને બેટ્સમેન તરીકે સફળ થવાનું દબાણ છે. દિલ્હીની ટીમ અત્યારે ટેબલમાં 7મા નંબર પર છે. ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર