Home /News /ipl /

IPL 2022: દિલ્હીના આ ખેલાડીએ સ્પાઈડરમેન બની રાહુલને ત્રીજી સદી બનાવવા ન દીધી, બાઉન્ડ્રીલાઇન પર કેચ કર્યો

IPL 2022: દિલ્હીના આ ખેલાડીએ સ્પાઈડરમેન બની રાહુલને ત્રીજી સદી બનાવવા ન દીધી, બાઉન્ડ્રીલાઇન પર કેચ કર્યો

DC vs LSG: લલિત યાદવે એક શાનદાર કેચ પકડ્યો. (IPL ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: કેએલ રાહુલે (Kl Rahul) બીજી શાનદાર ઇનિંગ રમીને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. દિલ્હી કેપિટલ્સ (DC vs LSG)ની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 195 રન બનાવ્યા હતા. રાહુલે () 51 બોલમાં 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સાથે તેના વર્તમાન સિઝનમાં 400 રન પણ પૂરા થઈ ગયા છે.

વધુ જુઓ ...
    કેએલ રાહુલે (Kl Rahul) બીજી શાનદાર ઇનિંગ રમીને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. દિલ્હી કેપિટલ્સ (DC vs LSG)ની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 195 રન બનાવ્યા હતા. રાહુલે () 51 બોલમાં 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સાથે તેના વર્તમાન સિઝનમાં 400 રન પણ પૂરા થઈ ગયા છે. આ સિવાય દીપક હુડ્ડાએ પણ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. વર્તમાન સિઝનમાં આ તેની ત્રીજી ફિફ્ટી છે. આ મેચમાં દિલ્હીને મેચ જીતવા માટે સારી બેટિંગની જરૂર હતી.

    કેએલ રાહુલે ટી-20 લીગની વર્તમાન સિઝનમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. રવિવારે તે પોતાની ત્રીજી સદીની નજીક હતો. પરંતુ લલિત યાદવે શાનદાર ફિલ્ડિંગ કરીને તેની ઇનિંગનો અંત આણ્યો હતો. 19મી ઓવરના ચોથા બોલ પર રાહુલે પોઈન્ટ તરફ મોટો શોટ રમ્યો હતો. લલિત યાદવે હવામાં કૂદકો માર્યો અને બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડી લીધો હતો. જો તે આ કેચ ન પકડી શક્યો હોત તો સિક્સર બની હોત. રાહુલના આઉટ થવાના કારણે લખનૌની ટીમ 200 રનના આંક સુધી પહોંચી શકી ન હતી.



    માત્ર શાર્દુલને વિકેટ મળી હતી

    આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 6 બોલરો અજમાવ્યા હતા, પરંતુ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર સિવાય અન્ય કોઈ વિકેટ લઈ શક્યા ન હતા. શાર્દુલે 4 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સૌથી મોંઘો બોલર હતો. તેણે 4 ઓવરમાં 44 રન આપ્યા હતા. ઓફ સ્પિનર ​​લલિત યાદવે એક ઓવરમાં 16 રન આપ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલે ચુસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા.

    આ પણ વાંચો- IPL 2022માં બોલરોનું વર્ચસ્વ, છેલ્લી 5 સિઝનની સરખામણીમાં સૌથી વધુ વિકેટો ઝડપી

    બેટ સિવાય કેએલ રાહુલે IPL 2022માં કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટી-20 લીગ (IPL 2022) ની આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 6 રનથી હરાવ્યું છે. 10 મેચમાં ટીમની આ 7મી જીત છે. ટીમ ટેબલમાં ત્રીજાથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ દિલ્હીને તેની 5મી હાર મળી છે. તેણે અત્યાર સુધી 9માં માત્ર 4 મેચ જીતી છે. રાહુલના આક્રમક 77 રનના દમ પર લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દીપક હુડ્ડાએ પણ અડધી સદી ફટકારી હતી. જવાબમાં દિલ્હીની ટીમ 7 વિકેટે 189 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ઋષભ પંતે 44 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Delhi capitals, Indian premier league, IPL 2022, IPL Latest News, KL Rahul

    આગામી સમાચાર