IPL 2022, CSK vs RCB: રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ જીત રીવાબાને સમર્પિત કરી
IPL 2022, CSK vs RCB: રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ જીત રીવાબાને સમર્પિત કરી
CSK vs RCB: રવિન્દ્ર જાડેજાએ IPL 2022 માં 4 હાર બાદ કેપ્ટન તરીકે RCB સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. (પીટીઆઈ)
IPL 2022: આઈપીએલ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, કેપ્ટન તરીકે આ મારી પ્રથમ જીત છે. હું આ જીત મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. કારણ કે પ્રથમ વિજય હંમેશા ખાસ હોય છે. અમે છેલ્લી 4 મેચમાં લાઇન ક્રોસ કરી શક્યા ન હતા. પરંતુ આ વખતે અમે એક ટીમ તરીકે સારું રમ્યા છીએ. બેટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) સતત 4 મેચ હાર્યા બાદ IPL 2022માં તેની પ્રથમ જીત મેળવી લીધી છે. ચેન્નાઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 23 રને હરાવ્યું હતું. આ જીત ટીમ કરતા વધુ કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે વધુ મહત્વની હતી. કારણ કે 4 હાર બાદ દિગ્ગજ ખેલાડીઓ જાડેજાની કેપ્ટનશીપ પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેણે પણ આ જીતથી રાહતનો શ્વાસ લીધો છે. જાડેજાએ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ જીત પત્ની રીવાબાને સમર્પિત કરી હતી.
આઈપીએલ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, કેપ્ટન તરીકે આ મારી પ્રથમ જીત છે. હું આ જીત મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. કારણ કે પ્રથમ વિજય હંમેશા ખાસ હોય છે. અમે છેલ્લી 4 મેચમાં લાઇન ક્રોસ કરી શક્યા ન હતા. પરંતુ આ વખતે અમે એક ટીમ તરીકે સારું રમ્યા છીએ. બેટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું છે. રોબિન અને શિવમે શાનદાર બેટિંગ કરી હતી. બોલરોએ પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી.
IPL 2022 ની 5 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ પ્રથમ જીત છે અને કેપ્ટન તરીકે જાડેજાની પણ પ્રથમ જીત છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ડ્રેસિંગ રૂમની અંદરથી દબાણ છે, તો જાડેજાએ આવી કોઈ વાતનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું, “અમારા ઓનર અને મેનેજમેન્ટે ક્યારેય મારા પર દબાણ કર્યું નથી. એક સુકાની તરીકે હું હજુ પણ સિનિયર ખેલાડીઓની સલાહ લઉં છું. અલબત્ત માહી ભાઈ છે. હું હજુ પણ શીખી રહ્યો છું અને દરેક મેચ સાથે હું વધુ સારું થવાનો પ્રયાસ કરી રહ્યો છું. અમારા ડ્રેસિંગ રૂમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે અને તે ટીમ માટે કામમાં આવે છે. અમે ઉતાવળમાં પરિસ્થિતિઓથી ડરતા નથી અમે લય શોધી લીધી છે. હવે અમે આવનારી મેચોમાં તેને જાળવી રાખવાનો પ્રયાસ કરીશું.”
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. આ સિઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે. ચેન્નાઈની ઈનિંગમાં રેકોર્ડ 17 સિક્સર ફટકારવામાં આવી હતી. ચેન્નાઈ માટે શિવમ દુબેએ 46 બોલમાં અણનમ 95 અને રોબિન ઉથપ્પાએ 50 બોલમાં 88 રન બનાવ્યા હતા. જવાબમાં RCBની આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 193 રન જ બનાવી શકી અને 23 રનથી મેચ હારી ગઈ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર