Home /News /ipl /CSK vs RCB: મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઘડીએ યુક્તિ કરી અને વિરાટ કોહલીનું કામ તમામ કરી નાંખ્યું

CSK vs RCB: મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઘડીએ યુક્તિ કરી અને વિરાટ કોહલીનું કામ તમામ કરી નાંખ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલી માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. (પીટીઆઈ)

IPL 2022: આરસીબીની ઇનિંગ્સની પાંચમી ઓવર મુકેશ ચૌધરી ફેંકવા આવ્યો હતો. આ ઓવર પહેલા જ ધોનીએ અચાનક ફાઇન લેગ પર ઉભેલા શિવમ દુબેને ડીપ સ્ક્વેર લેગમાં જવા માટે કહ્યું. મુકેશે ઓવરનો પહેલો બોલ થોડો શોર્ટ નાખ્યો, જેના પર કોહલીએ એરિયલ શોટ રમ્યો અને બોલ સીધો ડીપ સ્ક્વેર લેગ તરફ ગયો. જ્યાં શિવમ દુબે પહેલાથી જ હતો. તેણે સરળતાથી કોહલીનો કેચ પકડી લીધો.

વધુ જુઓ ...
મહેન્દ્ર સિંહ ધોની IPL 2022માં કેપ્ટનશિપ કરી રહ્યો નથી. તેણે આ સિઝનની શરૂઆતના 2 દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (chennai super kings)ની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેના સ્થાને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ધોનીની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેના નેતૃત્વમાં ચેન્નાઈ 4 વખત ચેમ્પિયન બન્યું છે. ધોની (MS Dhoni)ને ચતુર કેપ્ટન માનવામાં આવે છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં પણ તે સાબિત કર્યું હતું. તેણે પોતાની એક યુક્તિથી વિરાટ કોહલી (Virat Kohli)નું કામ પૂરું કર્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ RCBને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા આરસીબીની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વહેલો આઉટ થયો હતો. આ પછી RCBની ઇનિંગ્સને સંભાળવાની જવાબદારી વિરાટ કોહલીના ખભા પર આવી ગઈ હતી. ચેન્નાઈને સિઝનની પ્રથમ જીત નોંધાવવા માટે કોહલીને વહેલા આઉટ કરવાની જરૂર હતી. જો ચેન્નાઈ આમ કરવામાં સફળ ન રહી હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત. જોકે ધોનીનો વિચાર અલગ હતો. તેણે આ પેટર્ન આરસીબીની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં બતાવી હતી.

આ પણ વાંચો- T20 Rankings: આઇસીસી ટી-20 રેંકિંગમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય ખેલાડી, રોહિત અને વિરાટ ટોપ-10ની બહાર

ધોનીની ચાલમાં ફસાયો વિરાટ

આરસીબીની ઇનિંગ્સની પાંચમી ઓવર મુકેશ ચૌધરી ફેંકવા આવ્યો હતો. આ ઓવર પહેલા જ ધોનીએ અચાનક ફાઇન લેગ પર ઉભેલા શિવમ દુબેને ડીપ સ્ક્વેર લેગમાં જવા માટે કહ્યું. મુકેશે ઓવરનો પહેલો બોલ થોડો શોર્ટ નાખ્યો, જેના પર કોહલીએ એરિયલ શોટ રમ્યો અને બોલ સીધો ડીપ સ્ક્વેર લેગ તરફ ગયો. જ્યાં શિવમ દુબે પહેલાથી જ હતો. તેણે સરળતાથી કોહલીનો કેચ પકડી લીધો. ધોનીની આ એક યુક્તિએ કોહલીને પેવેલિયન પરત ફરવા મજબૂર કરી દીધો હતો. કોમેન્ટ્રી ટીમ પણ ધોનીના આ નિર્ણય પર વાત કરતી જોવા મળી હતી. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે ધોનીએ વિરાટને બોલ ફેંકતા પહેલા ફિલ્ડિંગમાં નાના ફેરફારો કર્યા અને પરિણામે ચેન્નાઈને કોહલીની મોટી વિકેટ મળી. તે માત્ર 1 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો- નડિયાદ તાન્યા પટેલ હત્યા કેસ: દોષિત બે સગા ભાઇ અને માતા સહિત ત્રણેય પાડોશીને આજીવન કેદની સજા

ચેન્નાઈએ સિઝનની પ્રથમ જીત નોંધાવી

વિરાટ અને ફાફ ડુ પ્લેસિસની વિકેટો વહેલી ગુમાવ્યા બાદ આરસીબીએ 217 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. આરસીબી તરફથી દિનેશ કાર્તિક અને સુયશ પ્રભુદેસાઈએ 34-34 અને શાહબાઝ અહેમદે 41 રન બનાવ્યા હતા. સીએસકેને સિઝનની પ્રથમ જીત મળી હતી. જોકે ચેન્નાઈ 5 મેચમાંથી એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. આવી સ્થિતિમાં પ્લેઓફની આશા અકબંધ રાખવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સે આગળ પણ આરસીબી જેવું પ્રદર્શન કરવું પડશે.
First published:

Tags: CSK, Csk vs rcb, IPL 2022, IPL Latest News, Ms dhoni, આઇપીએલ