IPL 2022, CSK vs PBKS: 4 વખતની ચેમ્પિયન CSK માટે કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી જરૂરી
IPL 2022, CSK vs PBKS: 4 વખતની ચેમ્પિયન CSK માટે કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી જરૂરી
IPL 2022: IPL 2022 ની 38મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. (પીટીઆઈ)
IPL 2022: CSKમાં દીપક ચાહર અને એડમ મિલ્નેની ખોટ છે. છેલ્લી મેચ છોડીને બોલરો હજુ સુધી પોતાની છાપ છોડી શક્યા નથી. કેપ્ટન જાડેજા ન તો બેટથી કંઇ ખાસ કરી રહ્યો છે અને ન તો બોલથી પ્રભાવિત કરી શક્યો છે. ઋતુરાજ ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે 73 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ સિવાય બાકીની મેચોમાં તે રન કરી શક્યો નહોતો.
IPL 2022ની 38મી મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (chennai super kings) અને પંજાબ કિંગ્સ (CSK vs PBKS)ની ટીમ સોમવારે સામસામે ટકરાશે. CSK પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે, પરંતુ તેમણે સમય જતાં તેમના ઘણા મોરચે સુધારો કરવાની જરૂર છે. એમએસ ધોનીથી શોભતી CSK 7 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતી શકી છે, જ્યારે 4 મેચ હારી ગઇ છે. બીજી તરફ પંજાબે 7માંથી 3 મેચ જીતી હતી. તેથી સ્પર્ધા રસપ્રદ રહેવાની ધારણા છે. પંજાબ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે અને ચેન્નાઈ 9મા સ્થાને છે.
ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. કોઈપણ વિભાગમાં તેમનું પ્રદર્શન ખાસ નહોતું. અત્યાર સુધી રવિન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. છેલ્લી મેચમાં ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સ પર 3 વિકેટે જીત મેળવી હતી. જેમાં એમએસ ધોનીએ કમાલ કરી દેખાડ્યો હતો. ધોનીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે શા માટે તેની ગણના વિશ્વના શ્રેષ્ઠ 'ફિનિશર્સ'માં થાય છે.
CSKમાં દીપક ચાહર અને એડમ મિલ્નેની ખોટ છે. છેલ્લી મેચ છોડીને બોલરો હજુ સુધી પોતાની છાપ છોડી શક્યા નથી. કેપ્ટન જાડેજા ન તો બેટથી કંઇ ખાસ કરી રહ્યો છે અને ન તો બોલથી પ્રભાવિત કરી શક્યો છે. ઋતુરાજ ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે 73 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ સિવાય બાકીની મેચોમાં તે રન કરી શક્યો નહોતો. ઓલરાઉન્ડર મોઈન અલી અને શિવમ દુબેએ પણ વધુ જવાબદારીપૂર્વક રમવું પડશે જો CSK તેમની પ્લેઓફની આશા જીવંત રાખવા માંગે છે.
પંજાબની વાત કરીએ તો છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબના બેટ્સમેન શિખર ધવન, લિયામ લિવિંગસ્ટન અને શાહરૂખ ખાન સતત સારી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. જોની બેયરસ્ટો પણ 4 મેચમાં ફ્લોપ રહ્યો હતો. જોકે બોલર કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ ફોર્મમાં છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર