Home /News /ipl /IPL 2022 CSK vs KKR: ચેન્નઇ સુપર કિંગ્સની હાર અને કોલકાતાની જીત માટે આ બાબતો રહી મહત્ત્વની
IPL 2022 CSK vs KKR: ચેન્નઇ સુપર કિંગ્સની હાર અને કોલકાતાની જીત માટે આ બાબતો રહી મહત્ત્વની
ઉથપ્પાના આઉટ થયા બાદ ચેન્નાઈને સતત બે ઝટકા લાગ્યા હતા.
Reasons for CSK's defeat: CSK તરફથી તેમના ઘાતક ઓલરાઉન્ડર મોઈન અલીને વિઝા ન મળવાના કારણે પ્રથમ મેચમાં રમી શક્યો નથી. તેણે ગયા વર્ષે IPLમાં CSK માટે 15 ઇનિંગ્સમાં 357 રન બનાવ્યા હતા અને 15 મેચમાં તેની ઓફ સ્પિનથી છ વિકેટ પણ લીધી હતી. દીપક ચાહર પણ જમણા ક્વાડ્રિસેપ્સની ઈજાને કારણે પ્રથમ હાફ માટે ઉપલબ્ધ નથી.
આઇપીએલ (IPL 2022)ની નવી સિઝન શરૂ થઈ ગઈ છે. લીગની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો મુંબઈ (CSK vs KKR)ના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર થઇ છે. આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ચેન્નાઈ (Chennai Super Kings)એ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની અડધી સદીની ઇનિંગની મદદથી 5 વિકેટે 131 રન બનાવ્યા હતા. કોલકાતાને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં KKRએ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતું. આ સાથે ટીમને બે પોઈન્ટ પણ મળ્યા છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ચેન્નઈ માટે કેપ્ટનશીપ કરતા તેની પ્રથમ મેચ રમી હતી અને તે કંઇ ખાસ કરી શક્યો ન હતો. તેણે બેટથી 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ તેને સફળતા મળી ન હતી.
અય્યરે ચોગ્ગા સાથે જીત અપાવી
19મી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન શ્રેયસ અય્યરના ચોગ્ગાએ કોલકાતાને જીત અપાવી હતી. ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. કેકેઆરને જીતવા માટે 9 રનની જરૂર હતી ત્યારે સેમ બિલિંગ્સ (25)ને ડ્વેન બ્રાવોએ આઉટ કર્યો હતો. પરંતુ ટીમ પર તેની બહુ અસર થઈ ન હતી. અય્યર 20 અને શેલ્ડન જેક્સને 3 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ચેન્નઇના બે ખેલાડી ટીમની બહાર રહેતા મોટું નુકસાન
CSK તરફથી તેમના ઘાતક ઓલરાઉન્ડર મોઈન અલીને વિઝા ન મળવાના કારણે પ્રથમ મેચમાં રમી શક્યો નથી. તેણે ગયા વર્ષે IPLમાં CSK માટે 15 ઇનિંગ્સમાં 357 રન બનાવ્યા હતા અને 15 મેચમાં તેની ઓફ સ્પિનથી છ વિકેટ પણ લીધી હતી. દીપક ચાહર પણ જમણા ક્વાડ્રિસેપ્સની ઈજાને કારણે પ્રથમ હાફ માટે ઉપલબ્ધ નથી.
નીતિશ રાણા 17 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ અજિંક્ય રહાણે પચાસ તરફ આગળ વધી રહ્યો હતો. 34 બોલમાં 44 રન બનાવ્યા બાદ તે મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો.
રહાણેની ઝડપી શરૂઆત
કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યરની નવી ઓપનિંગ જોડી સાથે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ગત સિઝનમાં અય્યર KKRનો હીરો હતો. 5 ઓવર પછી કોલકાતાએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 35 રન બનાવી લીધા હતા. મે દરમિયાન ચેન્નાઈના બોલરો વિકેટ માટે ઝઝૂમી રહ્યા હતા.
ઉથપ્પાના આઉટ થયા બાદ ચેન્નાઈને સતત બે ઝટકા લાગ્યા હતા. અંબાતી રાયડુ રવીન્દ્ર જાડેજા સાથે નબળા તાલમેલના કારણે રનઆઉટ થયો હતો. તેણે 15 રન બનાવ્યા હતા. CSK માટે ડેબ્યૂ કરી રહેલો શિવમ દુબે 3 રન બનાવીને આન્દ્રે રસેલનો શિકાર બન્યો હતો.
ઉમેશ યાદવને સફળતા મળી
ઉમેશ યાદવે લીગની શરૂઆત નો બોલથી કરી હતી. પરંતુ તેણે શાનદાર વાપસી કરી અને પહેલી જ ઓવરમાં પોતાની ટીમને સફળતા અપાવી. ગત સિઝનનો ઓરેન્જ કેપ રુતુરાજ ગાયકવાડ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.