Home /News /ipl /IPL 2022: સચિન તેંડુલકરે મૂળ સૌરાષ્ટ્રના અને KKRના કિપર શેલ્ડન જેક્સનના વખાણ કર્યા, ધોની સાથે કરી સરખામણી

IPL 2022: સચિન તેંડુલકરે મૂળ સૌરાષ્ટ્રના અને KKRના કિપર શેલ્ડન જેક્સનના વખાણ કર્યા, ધોની સાથે કરી સરખામણી

CSK vs KKR : મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરના વતની શેલ્ડન જેક્સનની કિપીંગથી સચિન તેંડુલકર પ્રભાવિત

IPL 2022 CSK vs KKR: કોલકત્તા નાઈટ રાઈડર્સના (KKR) વિકેટ કીપર (KKR Wicket Keeper) અને સૌરાષ્ટ્રના ખેલાડી (Saurashtra Player) શેલ્ડન જેક્સન (Sheldon Jackson)ને વિકેટ કિપીંગમાં બતાવેલી ફૂર્તિ પર સચિન તેંડુલકર (Sachin Tendeul) આફરીન

IPL 2022 CSK vs KKR: આઈપીએલ 2022 (IPL2022)ની પહેલી જ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)માટે નવી સવાર લઈને આવી છે. ગત સિઝનમાં ચેમ્પિયન્સ બનતા અટકાવનારી ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) સામે પહેલી જ મેચમાં જીત મેળવી અને નવી કેકેઆરે બદલો લઈ લીધો છે. બીજી બાજુ ચેન્નાઈ સુપરકિંગ્સ નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના નેજા હેઠળ કાલે પહેલીવાર મેદાનમાં ઉતરી હતી. જોકે, આ મેચમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ અને કેકેઆરના કિપર શેલ્ડન જેક્સન (sheldon Jackson)ની વિકેટ કિપીંગે સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.

શેલ્ડન સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે (Saurashtra). શેલ્ડન જેક્સન માટે ગઈકાલનો દિવસ સોનાનો સૂરજ લઈને આવ્યો. તેની વિકેટ કિપીંગથી અન્ય કોઈ નહીં પરંતુ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર (Sachin Tendulkar) પ્રભાવિત થઈ ગયા.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ઇનિંગ્સની આ સાતમી ઓવર હતી. KKR વતી વરુણ ચક્રવર્તી બોલિંગ રહ્યો હતો. આ દરમિયાન મિડલ સ્ટમ્પ પર પડ્યા બાદ તેનો બોલ લેગ સાઇડ તરફ ગયો. ફ્લિક કરવા માટે ચેન્નાઈનો ખેલાડી ઉથપ્પા ક્રિઝ છોડીને બહાર આવ્યો. તે બોલના સ્પિનને સંભાળી શક્યો નહોતો. દરમિયાન શેલ્ડન જેક્સને ચિત્તાની જેમ ચપળતા બતાવીને ઉથપ્પાને આંખના પલકારામાં સ્ટમ્પ આઉટ કરી દીધો.

આ પણ વાંચો : IPL 2022 CSK vs KKR : કેપ્ટનશીપ છોડતા ધોનીનો બેટિંગમાં જલવો, IPLની પહેલી જ મેચમાં સર્જી દીધો રેકોર્ડ

'સચિને કહ્યું શાનદાર સ્ટમ્પિંગ હતું, ધોનીની યાદ અપાવી'

શેલ્ડન જેક્સને જે રીતે ઉથપ્પાને સ્ટમ્પ કર્યા તેના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ જેક્સનના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, તે શાનદાર સ્ટમ્પિંગ હતું, શેલ્ડન જેક્સનની ગતિએ મને ધોનીની યાદ અપાવી.આ પણ વાંચો- IPL 2022 CSK vs KKR : કેપ્ટનશીપ છોડતા ધોનીનો બેટિંગમાં જલવો, IPLની પહેલી જ મેચમાં સર્જી દીધો રેકોર્ડ' તમારા તરફથી આવી પ્રશંસા મેળવવી એ મારી સૌથી મોટી સિદ્ધિઓમાંની એક'

મેચ બાદ શેલ્ડન જેક્સને સચિન તેંડુલકરના વખાણ પર પ્રતિક્રિયા આપતા તેને તેની કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. સચિનનો આભાર વ્યક્ત કરતા તેણે ટ્વીટ કર્યું અને લખ્યું, 'આભાર સચિન તેંડુલકર સર. તમારા તરફથી આવી પ્રશંસા મેળવવી એ મારી સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. સર તમારો ખુબ ખુબ આભાર.'
First published:

Tags: Csk vs kkr, IPL 2022, Ipl live, સચિન તેંડુલકર