IPL 2022 CSK vs KKR: આજથી ક્રિકેટના મેગા ઈવેન્ટ આઈપીએલ 2022 (IPL 2022)નો ધમાકેદાર પ્રારંભ થયો છે. આજે આઈપીએલ 2022ની પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સ વચ્ચે રમાશે (CSK vs KKR) રમાઈ હતી. કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ચેન્નાઈ સુપરકિંગ્સમાં (Chennai Super Kings)માં અને કેપ્ટન શ્રેયસ ઐયરની (Shreyas Iyer)ની કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)માં નવી ઈનિંગનો પ્રાંભ થયો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો (CSK vs KKR Live Scorecard) આ નિર્ણય તેમના પક્ષમાં સાર્થક સાબિત થયો હતો. એક તબક્કે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ 100થી ઓછા રનમાં સમેટાઈ જવાની શક્યતા લાગતી હતી પરંતુ કેપ્ટનશીપ છોડતા જ એમ.એસ.ધોનીનું (MS Dhoni Batting) બેટ ચમક્યું હતું. છેલ્લી 3 ઓવરમાં ધોનીએ રમેલી આક્રમક રમચના કારણે ચેન્નાઈની ઈનિંગ 131 રન સુધી પહોંચી શકે છે.
પ્રથમ બેટિંગ કરી રહેલી ચેન્નાઈની નવી ટીમમાં ઓપનર ફાફ ડુ પ્લેસીની ગેરહાજરી જોવા મળી હતી. તો ગત આઈપીએલનો ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડ પણ નિષ્ફળ ગયો હતો. CSKએ 11મી ઓવરમાં 61 રનના સ્કોર પર પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. શિવમ દુબેના રન આઉટ થયા પછી, ધોની રમવા માટે બહાર આવ્યો અને મુશ્કેલીમાં ફસાયેલી ટીમને માત્ર કટોકટીમાંથી ઉગારી જ નહીં, પણ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.
40 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીને શરૂઆતમાં રન બનાવવામાં ઘણી તકલીફ પડી હતી. આ તેની બેટિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. તેણે પહેલા 15 રન 25 બોલમાં બનાવ્યા હતા. પરંતુ પછીના 35 રન માત્ર 13 બોલમાં જ બની ગયા હતા. ભલે ધોનીની ઉંમર 40 વર્ષની છે. પરંતુ રમતની સમજમાં તેનો જોટો જડે એમ નથી. ધોની જાણતો હતો કે ટીમ મુશ્કેલીમાં છે. તેથી છેલ્લી ત્રણ ઓવર સુધી વિકેટ બચાવીને અને પછી ઝડપી શોટ રમીને રન કર્યા
3 ઓવરમાં ધોની અને જાડેજાએ 47 રન કર્યા
ધોનીએ આન્દ્રે રસેલની 18મી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને અહીંથી રમતની બાજી પલટી. ધોનીએ 20મી ઓવરના પાંચમા બોલ પર 1 રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમને 131 રનના સન્માનજનક સ્કોર સુધી લઈ ગઈ. ધોની અને જાડેજાએ છેલ્લા 18 બોલમાં 47 રન જોડ્યા હતા.
આઈપીએલમાં ફિફ્ટી મારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની અડધી સદી સાથે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે IPL ઈતિહાસમાં ફિફ્ટી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો. તેણે KKR સામે 40 વર્ષ અને 262 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ IPLમાં ફિફ્ટી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર છે, તેણે 41 વર્ષ અને 181 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર