Home /News /ipl /

IPL 2022: CSK કોચનો મોટો ખુલાસો, MS ધોનીએ ગત સિઝનમાં કેપ્ટનશિપ છોડવાની વાત કરી હતી

IPL 2022: CSK કોચનો મોટો ખુલાસો, MS ધોનીએ ગત સિઝનમાં કેપ્ટનશિપ છોડવાની વાત કરી હતી

એમએસ ધોનીએ આઈપીએલની 12 સીઝન માટે સીએસકેનું નેતૃત્વ કર્યું હતું. (PTI)

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો છે કે ધોનીએ ગત સિઝનમાં ખિતાબ જીત્યા બાદ CSKની કેપ્ટનશીપ છોડવા અંગે તેમની સાથે ચર્ચા કરી હતી.

    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (Indian Premier League 2022)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે એક નવી શરૂઆત થઈ છે. એમએસ ધોની (MS Dhoni)એ કેપ્ટનશીપ છોડ્યા બાદ આ ટીમ પ્રથમ વખત લીગમાં પ્રવેશી છે. ધોનીએ વર્તમાન IPL સિઝન (IPL 2022) શરૂ થવાના 2 દિવસ પહેલા ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે રવીન્દ્ર જાડેજા (Ravindra Jadejaને સએસકે ટીમની કમાન સોંપી હતી. જાડેજા 2012થી CSKનો મહત્વનો હિસ્સો છે. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે (Stephen Fleming) ખુલાસો કર્યો છે કે ધોનીએ તેની સાથે છેલ્લી સિઝનમાં જ કેપ્ટનશિપ છોડવા અંગે ચર્ચા કરી હતી.

    મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝનથી લઈને 2021 સુધી ટીમનો કેપ્ટન હતો. તેની 12-સીઝનની કેપ્ટનશિપ દરમિયાન CSK 11 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. ધોનીના નેતૃત્વમાં CSK ચાર વખત ચેમ્પિયન બની હતી. પરંતુ હવે જોવાનું એ રહેશે કે રવિન્દ્ર જાડેજા નવી ભૂમિકામાં પોતાની ટીમ માટે કેવું પ્રદર્શન કરે છે.

    આઈપીએલ 2022માં ધોની કેપ્ટનશીપ કરશે કે નહીં તેની ચર્ચા પહેલાથી જ થઈ રહી હતી. કેટલાક લોકોનું માનવું હતું કે તે 2-3 મેચ રમ્યા બાદ ટીમની કમાન જાડેજાને સોંપી શકે છે, પરંતુ ધોનીએ સિઝનની શરૂઆતના બે દિવસ પહેલા જ જાડેજાને ટીમની કમાન સોંપી દીધી હતી.

    આ પણ વાંચો- Forest Guard Exam Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર લિક કાંડ, ઉનાવામાં વન વિભાગની પરીક્ષાનું પેપર ફૂટ્યુ

    CSK કોચે ખુલાસો કર્યો

    આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો છે કે ધોનીએ ગત સિઝનમાં ખિતાબ જીત્યા બાદ CSKની કેપ્ટનશીપ છોડવા અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. અમે આ વિશે વાતચીત કરી હતી. આ એવી વસ્તુ છે જેના વિશે અમે ગત સિઝનમાં વાત કરી હતી. ફ્લેમિંગના જણાવ્યા અનુસાર, તે સમયે મહેન્દ્ર સિંહ ધોનીનો કોલ હતો અને તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે તે ઇચ્છે છે કે રવિન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરે તેથી શ્રીનિવાસન સાથે વાતચીત કરવામાં આવી અને તે પછી ટીમને નિર્ણયની જાણ કરવામાં આવી. અમે તેમના નિર્ણયનું 100 ટકા સન્માન કરીએ છીએ. ફ્લેમિંગે શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચ બાદ આ વાત કહી હતી.

    આ પણ વાંચો- Bharat Bandh: 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર

    સ્ટીફન ફ્લેમિંગ 2009થી CSKના મુખ્ય કોચ છે. તે ફ્રેન્ચાઈઝીના વાતાવરણ અને સંસ્કૃતિથી સારી રીતે વાકેફ છે. રવિન્દ્ર જાડેજાએ સુકાની તરીકેની જવાબદારી સંભાળી ત્યારે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાનીએ સ્વીકાર્યું કે તેમાં કેટલાક ફેરફારો થશે પરંતુ તે તેની અનુભવી ટીમ માટે સરળતાથી કામ કરી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Chennai super kings, CSK, IPL 2022, IPL Latest News, Ms dhoni, આઇપીએલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन