Home /News /ipl /Video: CSKના બોલરે અંતિમ ઓવરમાં વાઈડ બોલ નાંખ્યો, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની થયો ગુસ્સે

Video: CSKના બોલરે અંતિમ ઓવરમાં વાઈડ બોલ નાંખ્યો, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની થયો ગુસ્સે

IPL-2022માં ધોનીએ ફરીથી કેપ્ટનશીપ સંભાળી છે. (પીટીઆઈ)

IPL 2022: IPL 2022 ની વર્તમાન સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ (99) અને ડેવોન કોનવે (85*)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 182 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જો કે 'કેપ્ટન કૂલ' તરીકે પ્રખ્યાત ધોની મેચની છેલ્લી ઓવરમાં પોતાનો આપો ગુમાવી બેઠો હતો અને યુવા પેસર મુકેશ ચૌધરી (Mukesh Choudhary) પર ગુસ્સે થઈ ગયો હતો.

વધુ જુઓ ...
    અનુભવી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2022 ની વર્તમાન સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ (99) અને ડેવોન કોનવે (85*)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 182 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જો કે 'કેપ્ટન કૂલ' તરીકે પ્રખ્યાત ધોની મેચની છેલ્લી ઓવરમાં પોતાનો આપો ગુમાવી બેઠો હતો અને યુવા પેસર મુકેશ ચૌધરી (Mukesh Choudhary) પર ગુસ્સે થઈ ગયો હતો.

    પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી સિઝનની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 2 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે 19 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઈનિંગની છેલ્લી ઓવર માટે કેપ્ટન ધોનીએ બોલ મુકેશ ચૌધરીને આપ્યો હતો. નિકોલસ પૂરન બેટિંગ કરી રહ્યો હતો અને તેણે પહેલા જ બોલ પર સિક્સ ફટકારી હતી. આ પછી આગલા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્રીજા બોલ પર કોઈ રન થયો ન હતો અને ચોથો બોલ વાઈડ જોઈને ધોની ગુસ્સે થઈ ગયો હતો.



    મુકેશ ચૌધરીએ બોલ લેગ-સાઇડ તરફ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરનને ફેંક્યો, જેને અમ્પાયરે વાઈડ ગણવ્યો હતો. ત્યાર બાદ કેપ્ટન ધોની બોલર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો અને ફિલ્ડરોને ઓફસાઇડ સેટ કરવા તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો, જે સંભવતઃ ઈશારો કરી રહ્યો હતો કે તેણે ઓફ-સ્ટમ્પ પર જવું જોઈએ. આને લગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો- IPL 2022: માત્ર એક જીતથી ગુજરાત પ્લેઓફમાં સ્થાન મેળવશે, શું પંજાબ ટાઇટન્સના 'વિજય રથ' પર બ્રેક લગાવી શકશે?

    આ પછીના બે બોલ પર પૂરને સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર 84 મીટર લાંબો અને 5માં બોલ પર 73 મીટર લાંબો સિક્સ પૂરને ફટકાર્યો હતો. છેલ્લા બોલ પર સિંગલ મળ્યો અને હૈદરાબાદની ટીમ આ ઓવરમાં 24 રન બનાવવામાં સફળ રહી અને તેનો કુલ સ્કોર 6 વિકેટે 189 રન બનાવ્યો હતો. આ રીતે ચેન્નાઈએ તેની ત્રીજી જીત નોંધાવી અને હવે તેના 9 મેચમાં 6 પોઈન્ટ થઈ ગયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Chennai super kings, CSK, IPL 2022, IPL Latest News, Ms dhoni

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन