Home /News /ipl /

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે સિઝનમાંથી બહાર

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે સિઝનમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સનો ધુરંધર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે IPL-2022ની મધ્ય સિઝનમાંથી બહાર થઈ ગયો છે. (Twitter/MumbaiIndians)

IPL 2022: સૂર્યકુમારે વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 8 મેચ રમી અને 3 અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 145.67 અને એવરેજ 43.29 હતો. જોકે, મુંબઈ માટે સિઝન સારી રહી ન હતી અને તેણે સતત 8 મેચ હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી. હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે.

વધુ જુઓ ...
    રેકોર્ડ 5 વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને સોમવારે મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની સીઝનની 56મી મેચ (MI vs KKR) પહેલા મુંબઈના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) લીગમાંથી ખસી જવાના સમાચાર આવ્યા હતા. સૂર્યકુમાર ઈજાના કારણે મધ્ય સિઝનમાંથી બહાર થઈ ગયો છે, જેને મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝીએ પણ સમર્થન આપ્યું હતું. કોલકાતા સામેની મેચમાં ટોસ પહેલા ટીમે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી.

    મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 31 વર્ષીય સૂર્યકુમારને ડાબા હાથમાં ખેંચ આવી હતી અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પણ કોલકાતા સામે ટોસ જીત્યા બાદ સૂર્યકુમારની ઈજા વિશે જણાવ્યું હતું. રોહિતે કહ્યું કે સૂર્યકુમાર ઈજાગ્રસ્ત છે અને પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાએ રમનદીપ સિંહને તક મળી છે.

    આ પણ વાંચો- IPL 2022: CSKની પ્લેઓફમાં પહોંચવાની 3 ટકા શક્યતા, KKRની આશાઓ ધૂંધળી; જાણો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત

    સૂર્યકુમારે વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 8 મેચ રમી અને 3 અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 145.67 અને એવરેજ 43.29 હતો. જોકે, મુંબઈ માટે સિઝન સારી રહી ન હતી અને તેણે સતત 8 મેચ હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી. હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે.

    આ પણ વાંચો- Dinesh Karthik: કાર્તિકની 'કિલર' ઇનિંગ્સ પર કોહલીને વિશ્વાસ હતો... નમીને કરી સલામ, ફોટો વાયરલ

    કોલકાતા સામેની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), તિલક વર્મા, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, રમનદીપ સિંહ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ અને રિલે મેરેડિથ.
    Published by:rakesh parmar
    First published:

    Tags: IPL 2022, IPL Latest News, Mumbai indians, Suryakumar yadav, આઇપીએલ

    આગામી સમાચાર