Vadodara: ગુજરાત ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી, કલાનગરી વડોદરામાં લોકોએ અનોખી રીતે કરી ઉજવણી
Vadodara: ગુજરાત ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી, કલાનગરી વડોદરામાં લોકોએ અનોખી રીતે કરી ઉજવણી
સહજ રંગોળી ગ્રુપના કલાકારોએ કળા દ્વારા આગવી રીતે ચીયર અપ કરવાની કોશિશ કરી...
શહેર કલાનગરી તરીકે ઓળખાય છે. એવામાં સહજ રંગોળી ગ્રુપ પોતાની આગવી પરંપરા મુજબ દરેક પ્રસંગે થીમ બેઝ રંગોળી પ્રદર્શનનું આયોજન કરતું રહે છે. એ મુજબ આ વખતે IPL જ્યારે એમના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે, અને આપણી ગુજરાતની ટીમ ગુજરાત ટાઇટન્સ ખૂબ સુંદર પ્રદર્શન કરી 1st qualified કરનારી ટીમ બની ગઈ છે.
નિધિ દવે, વડોદરા: શહેર કલાનગરી (Kala Nagari) તરીકે ઓળખાય છે. એવામાં સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group) પોતાની આગવી પરંપરા મુજબ દરેક પ્રસંગે થીમ બેઝ રંગોળી (Theme Based Rangoli) પ્રદર્શનનું આયોજન કરતું રહે છે. એ મુજબ આ વખતે IPL જ્યારે એમના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે, અને ગુજરાતની ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ખૂબ સુંદર પ્રદર્શન કરી qualified થઈ ચૂકી છે. અને ફાઇનલ ચોક્કસ જીતી જાય એવી પ્રબળ શક્યતા છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ટીમને ચિયર અપ કરી રહીં છે.
રંગોળી બનાવી ખેલાડીઓને ચિયરઅપ કરવાનો કર્યો પ્રયાસ.
સહજ રંગોળી ગ્રુપના કલાકારોએ પણ કળા દ્વારા આગવી રીતે, 12ft ×12ft ની રંગોળી વડે ચીયર અપ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં કુલ 10 કલાકારો એ ભાગ લીધો છે. ગૃપમાં કમલેશ વ્યાસ, મીના વ્યાસ, નિહારિકા રાઠોડ, જ્યોતિ પટેલ, હેમા જોશી, નીના જોશી, પ્રેરણા વ્યાસ, હર્ષિતા પ્રજાપતી, હેત્વી શાહ, નેત્રા ગોહિલ, વગેરે એ મળી કુલ 2 અઠવાડિયાના સમયમાં 50 કિલો કલરનો ઉપયોગ કરી આ વિશાળ રંગોળી બનાવી છે.