IPL 2022: મુકેશ ચૌધરીની આ એકંદરે 18મી ટી-20 મેચ છે. આ મેચ પહેલા તેણે 27ની એવરેજથી 20 વિકેટ ઝડપી હતી. તેણે ત્રીજી વખત 3 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 6 મેચમાં 7 વિકેટ ઝડપી છે. અગાઉ તેણે ગુજરાત, આરસીબી, હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સામે એક-એક વિકેટ લીધી હતી. ત્યાં જ તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક પણ વિકેટ મળી ન હતી.
IPL 2022 પહેલા મુકેશ ચૌધરી (Mukesh Choudhary)ને ભાગ્યે જ કોઈ જાણતું હશે. તે છેલ્લી સિઝનમાં આરસીબી (RCB)નો નેટબોલર હતો. IPLની વર્તમાન સિઝનની હરાજીમાં આ ડાબા હાથના ફાસ્ટ બોલરને CSKએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ટી-20 લીગની પોતાની ડેબ્યૂ સિઝનમાં તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. ગુરુવારે એક મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ (MI vs CSK) સામે પ્રથમ ઓવરમાં 2 મોટી વિકેટ લીધી હતી. તેણે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનને ખાતું પણ ખોલવા દીધું ન હતું અને ઈનિંગની પહેલી જ ઓવરમાં જ આ બે મોટા ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. મુંબઈની ટીમ આ મેચ પહેલા તેની તમામ પ્રારંભિક 6 મેચ હારી ચૂકી છે.
25 વર્ષનો ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી મહારાષ્ટ્ર તરફથી રમે છે. રોહિત અને ઈશાન કિશન સિવાય તેણે બીજી ઓવરના છેલ્લા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસને પણ આઉટ કર્યો હતો. તે 7 બોલમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. તે શાનદાર ફોર્મમાં હતો. પરંતુ તેને મુકેશ ચૌધરીએ સસ્તામાં આઉટ કર્યો હતો. મુંબઈએ હરાજી પહેલા રોહિત શર્માને 16 કરોડમાં રિટેન કર્યો હતો. ત્યારબાદ હરાજીમાં ઈશાનને 15.25 કરોડમાં જ્યારે બ્રેવિસને 3 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. એટલે કે ત્રણેયનો ખર્ચ મળીને 34 કરોડ થયો. પરંતુ આ ત્રણેયની વિકેટ 20 લાખની મુકેશે લીધી હતી. તેણે RCB સામેની મેચમાં વિરાટ કોહલીને પણ આઉટ કર્યો છે.
મુકેશ ચૌધરીની આ એકંદરે 18મી ટી-20 મેચ છે. આ મેચ પહેલા તેણે 27ની એવરેજથી 20 વિકેટ ઝડપી હતી. તેણે ત્રીજી વખત 3 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 6 મેચમાં 7 વિકેટ ઝડપી છે. અગાઉ તેણે ગુજરાત, આરસીબી, હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સામે એક-એક વિકેટ લીધી હતી. ત્યાં જ તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક પણ વિકેટ મળી ન હતી.
મુકેશ ચૌધરી ફર્સ્ટ ક્લાસમાં પણ પોતાનો જૌહર બતાવી ચૂક્યો છે. તેણે 13 મેચમાં 33ની એવરેજથી 38 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 99 રનમાં 4 વિકેટ છે. આ સિવાય તેણે લિસ્ટ-Aની 12 મેચમાં 17 વિકેટ લીધી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર