IPL 2022: ગુજરાત ટાઇટન્સનો સ્કોર 19 ઓવર બાદ 5 વિકેટે 151 રન હતો. આવી સ્થિતિમાં ટીમ 165 રન સુધી પહોંચશે તેવી આશા હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 20મી ઓવર આન્દ્રે રસેલને આપી હતી. રસેલે આ મેચમાં અત્યાર સુધી એક પણ ઓવર નાંખી નથી. ઓવરના પહેલા બોલ પર અભિનવ મનોહર મોટો શોટ રમવાની પ્રક્રિયામાં રિંક સિંહના હાથે ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો.
આન્દ્રે રસેલ (Andre Russell) ટી-20ના આક્રમક બેટ્સમેનોમાંનો એક છે. આ દરમિયાન તેણે IPL 2022 ની મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે માત્ર એક ઓવર ફેંકી અને 4 વિકેટ લઈને આખી મેચ પલટી નાખી હતી. ફાસ્ટ બોલર રસેલનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં સમાવેશ કરવામાં આવ્યો છે. મેચમાં પ્રથમ રમતા ગુજરાતે 9 વિકેટે 156 રન બનાવ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. આ મેચ પહેલા ગુજરાતે 6માંથી 5 મેચ જીતી છે. ત્યાં જ KKRની ટીમ 7 માંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. તે 4માં હારી છે.
ગુજરાત ટાઇટન્સનો સ્કોર 19 ઓવર બાદ 5 વિકેટે 151 રન હતો. આવી સ્થિતિમાં ટીમ 165 રન સુધી પહોંચશે તેવી આશા હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 20મી ઓવર આન્દ્રે રસેલને આપી હતી. રસેલે આ મેચમાં અત્યાર સુધી એક પણ ઓવર નાંખી નથી. ઓવરના પહેલા બોલ પર અભિનવ મનોહર મોટો શોટ રમવાની પ્રક્રિયામાં રિંક સિંહના હાથે ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો. લોકી ફર્ગ્યુસને પણ બીજા બોલ પર રિંકુનો કેચ પકડ્યો હતો.
હવે આન્દ્રે રસેલ હેટ્રિકની નજીક હતો. ત્રીજા બોલ પર અલ્ઝારી જોસેફે રન લીધો હતો. આ રીતે રસેલ હેટ્રિક લઈ શક્યો નહોતો. ચોથા બોલ પર રાહુલ તેવટિયાએ મિડવિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તેવટિયાએ 5માં બોલ પર રિંકુ સિંહને કેચ આપ્યો હતો. તેણે 12 બોલમાં 17 રન બનાવ્યા હતા. છેલ્લા બોલ પર રસેલે પોતે યશ દયાલનો કેચ પકડ્યો હતો. આ રીતે તેણે એક ઓવરમાં માત્ર 5 રન આપ્યા અને 4 વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝના 33 વર્ષીય ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનો ટી-20માં રેકોર્ડ ઘણો સારો છે. તેણે આ મેચ પહેલા 405 ટી-20માં 26ની એવરેજથી 360 વિકેટ લીધી છે. 8 વખત 4 અને એકવાર 5 વિકેટ લીધી હતી. તેણે 9મી વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. ઈકોનોમી 8.50ની છે. તેણે 6700થી વધુ રન પણ બનાવ્યા છે. તેણે 2 સદી અને 26 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 169 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર