IPL 2022: અજિંક્ય રહાણેએ બીજા બોલ પર કરી ભૂલ, રિવર્સ સ્વીપના ચક્કરમાં થયો બોલ્ડ - વીડિયો
IPL 2022: અજિંક્ય રહાણેએ બીજા બોલ પર કરી ભૂલ, રિવર્સ સ્વીપના ચક્કરમાં થયો બોલ્ડ - વીડિયો
અજિંક્ય રહાણે યુવા સ્પિનર કાર્તિકેયનો શિકાર બન્યો હતો, જેણે 24 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. (વિડિયો ગ્રેબ/ટ્વિટર)
IPL 2022: ઈનિંગની 11મી ઓવરમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કુમાર કાર્તિકેયને બોલ સોંપ્યો હતો. કાર્તિકેયની આ ઓવરના પહેલા બોલ પર રહાણેએ રિવર્સ સ્વીપ દ્વારા શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી.
અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ની ગણતરી અનુભવી ક્રિકેટરોમાં થાય છે. તેણે ભારતીય ટેસ્ટ ટીમ (Team India)ની કેપ્ટનશિપ પણ સંભાળી છે. હાલમાં તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે આઈપીએલ-2022 (IPL 2022) ની 56મી મેચમાં રહાણે ઓપનિંગ માટે ઉતર્યો હતો. તેણે મુંબઈના યુવા બોલર કુમાર કાર્તિકેયના બોલને સમજવામાં ભૂલ કરી અને 25 રન બનાવીને બોલ્ડ થઈ ગયો હતો.
ઈનિંગની 11મી ઓવરમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કુમાર કાર્તિકેયને બોલ સોંપ્યો હતો. કાર્તિકેયની આ ઓવરના પહેલા બોલ પર રહાણેએ રિવર્સ સ્વીપ દ્વારા શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી. આગલા બોલ પર પણ રહાણેએ રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો લેગ સ્ટમ્પ પર ગયો. રહાણે નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 24 બોલ રમ્યા અને 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વેંકટેશ અય્યર અને રહાણેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને 60 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વેંકટેશે 24 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. તે પણ કુમાર કાર્તિકેયનો શિકાર બન્યો હતો અને દાવની છઠ્ઠી ઓવરમાં ડેનિયલ સામ્સના હાથે કેચ આઉટ થયો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર