IPL 2022માં વિરાટ કોહલીએ 8 મેચમાં 119 રન બનાવ્યા છે. તે બે વખત ગોલ્ડન ડકનો શિકાર બની ચૂક્યો છે. (પીટીઆઈ)
IPL 2022: IPLની આ સિઝનમાં વિરાટ કોહલીનું બેટ સંપૂર્ણપણે શાંત લાગે છે. કોહલી આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં માત્ર 119 રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન તે પોતાના બેટથી માત્ર બે મેચમાં 40થી વધુ રનની ઇનિંગ રમી શક્યો છે. છેલ્લી બે મેચમાં તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. એક મેચમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોવા છતાં આરસીબી જીતી ગયું હતું.
વિરાટ કોહલીએ IPL 2022 પહેલા RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી ચાહકોને આશા હતી કે તેના બેટમાંથી રનનો વરસાદ થશે. પરંતુ કોહલી (Virat Kohli) ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે સતત બે મેચમાં ગોલ્ડન ડક (Glden Duck) રહ્યો છે. એટલે કે પ્રથમ બોલ પર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જેના કારણે માત્ર ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટ એક્સપર્ટ પણ નિરાશ થયા છે. તેમાં આકાશ ચોપરા (Akash Chopra)નો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે કોહલીને આ રીતે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોઈને દુઃખ થાય છે. આકાશના કહેવા પ્રમાણે, કોહલીનું ખરાબ ફોર્મ જોઈને અમારી આંખોમાં આંસુ આવી ગયા.
આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'સવાલ એ છે કે વિરાટ કોહલી ક્યારે રન બનાવશે, શું તે રન પણ બનાવશે કે નહીં? તે સતત બે વખત ગોલ્ડન ડક બની ચૂક્યો છે. આ સિવાય તે આ સિઝનમાં બે વખત રનઆઉટ પણ થયો છે. અમારી આંખોમાં હવે આંસુ છે.
IPLની આ સિઝનમાં વિરાટ કોહલીનું બેટ સંપૂર્ણપણે શાંત લાગે છે. કોહલી આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં માત્ર 119 રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન તે પોતાના બેટથી માત્ર બે મેચમાં 40થી વધુ રનની ઇનિંગ રમી શક્યો છે. છેલ્લી બે મેચમાં તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. એક મેચમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોવા છતાં આરસીબી જીતી ગયું હતું. પરંતુ બીજી મેચમાં ટીમને હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને પ્રસંગે તે ઝડપી બોલરોનો શિકાર બન્યો હતો. આ દર્શાવે છે કે તે ખરાબ ફોર્મમાં છે.
વિરાટના ખરાબ ફોર્મ છતાં આકાશ તેની વાપસી માટે આશાવાદી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમયે કોહલીને દરેકના સમર્થનની જરૂર છે. આકાશે કહ્યું કે હું હંમેશા કહું છું કે ધોની, રોહિત, કોહલી, તે ઈમોશન બની ગયા છે, ખેલાડી નહીં. હવે તમને રોહિત અને કોહલી બંને તરફથી સહાનુભૂતિ મળવા લાગી છે. અમે આ આશામાં જીવીએ છીએ કે આ ખેલાડીઓ સારુ પ્રદર્શન કરશે પરંતુ એવું થઈ રહ્યું નથી. વિરાટ કોહલી માટે ખરાબ લાગે છે.
કોહલીની જેમ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. રોહિતે IPL 2022માં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં માત્ર 114 રન બનાવ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર