મુંબઈઃ મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ 2021ની (IPL 2021) 11મી મેચ દિલ્હી કેપીટલ્સ (Delhi Capitals) અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) વચ્ચે યોજાઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સે પંજાબને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં શિખર ધનવ 8 રન માટે સદી ચૂક્યો હતો શિખર 92 રને આઉટ થયો હતો. પંજાબે ટોસ જીતીને દિલ્હી સામે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 20 ઓવરના અંગે 195 રન બનાવ્યા હતા. આમે માટે પંજાબની ટીમે ચાર વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે, દિલ્હીની ટીમે 196 રનનો પીછો કરતા 18.2 ઓવરના અંતે ચાર વિકેટની નુકાસન સાથે 198 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી.
પંજાબ કિંગ્સે IPL 2021ની 11મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન કર્યા હતા. પંજાબ માટે મયંક અગ્રવાલે 69 અને લોકેશ રાહુલે 61 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યો નહોતો. દિલ્હી માટે ક્રિસ વોક્સ, લૂકમેન મેરીવાલા, કગીસો રબાડા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી.
ક્રિસ ગેલ 9 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. ક્રિસ વોક્સની બોલિંગમાં સબ્સ્ટિટયૂટ રીપલ પટેલે તેનો કેચ કર્યો હતો. જ્યારે નિકોલસ પૂરન 8 બોલમાં 9 રન જ બનાવી શક્યો હતો. તે આવેશ ખાનની બોલિંગમાં રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો. વિન્ડીઝના બંને હીટર્સ કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા. બર્થડે બોય લોકેશ રાહુલે લીગમાં પોતાની 23મી ફિફટી ફટકારતાં 51 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 61 રન કર્યા હતા. તે કગીસો રબાડાની બોલિંગમાં માર્કસ સ્ટોઈનિસ દ્વારા કેચ આઉટ થયો હતો. લોકેશ રાહુલ 50 રને રમી રહ્યો હતો ત્યારે આવેશ ખાનની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર માર્કસ સ્ટોઈનિસે તેનો સરળ કેચ છોડ્યો હતો.
આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા
આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા
મયંક અગ્રવાલે પોતાના IPL કરિયરની આઠમી ફિફટી ફટકારતાં 36 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. તે લૂકમેન મેરીવાલાની બોલિંગમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. આ લૂકમેનની લીગમાં પહેલી વિકેટ લીધી હતી. ડેબ્યુ મેચની પ્રથમ ઓવરમાં લૂકમેન મેરીવાલાએ 20 રન આપ્યા છે. લોકેશ રાહુલ 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લૂકમેન મેરીવાલાની બોલિંગમાં પોઇન્ટ પર સ્મિથે તેનો કેચ છોડ્યો હતો.
આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...
આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે IPL 2021ની 11મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. અજિંક્ય રહાણે અને ટોમ કરનની જગ્યાએ સ્ટીવ સ્મિથ અને લૂકમેન મેરીવાલા રમી રહ્યા છે. વડોદરાના ફાસ્ટ બોલર મેરીવાલાનું આ IPLમાં ડેબ્યુ છે. જ્યારે પંજાબની ટીમમાં લેગ સ્પિનર મુરુગન અશ્વિનની જગ્યાએ જલજ સક્સેના રમી રહ્યો છે.
પંજાબની ટીમ: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, જલજ સક્સેના, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ
દિલ્હીની ટીમ: પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, લૂકમેન મેરીવાલા અને આવેશ ખાન