• associate partner

IPL 2020: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો! ઋષભ પંત એક અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર

News18 Gujarati
Updated: October 12, 2020, 9:11 AM IST
IPL 2020: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો! ઋષભ પંત એક અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર
ઇજાને પગલે પંત અઠવાડિયા સુધી નહીં રમી શકે.

IPL 2020: શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન વરુણ એરૉનનો કેચ પકડતી વખતે પંત મેદાન પર જ ડગમગી ગયો હતો.

  • Share this:
નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સના વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એક અઠવાડિયા માટે આઈપીએલ (IPL)માંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે તેને રાજસ્થા રૉયલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. રવિવારે તે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ રમાયેલી મેચમાં પણ રમી શક્યો ન હતો. દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરના જણાવ્યા પ્રમાણે પંતને હેમસ્ટ્રિંગ ઇજા થઈ છે. આથી ડૉક્ટરે તેને એક અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.

એક અઠવાડિયા બાદ વાપસી!

શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન વરુણ એરૉનનો કેચ પકડતી વખતે પંત મેદાન પર જ ડગમગી ગયો હતો. આથી રવિવારે મુંબઈ વિરુદ્ધ મેચમાં તે બહાર થઈ ગયો હતો. રવિવારે મુંબઈ ઇન્ડિયન વિરુદ્ધ મેચ પછી અય્યરે કહ્યુ કે, "મેં ડૉક્ટર સાથે વાતચીત કરી છે. તેમને કહેવા પ્રમાણે ઋષભ પંતને એક અઠવાડિયાના આરામની જરૂર છે. મને આશા છે કે એક અઠવાડિયાના આરામ પછી પંત ધમાકેદાર પ્રદર્શન કરશે."

ઋષભ પંતનું આઈપીએલમાં પ્રદર્શન

ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધારે રન બનાવનાર બીજા નંબરનો બેટ્સમેન છે. પંતે અત્યાર સુધી 35.20ની સરેરાશથી છ રમતમાં 176 રન બનાવ્યા છે. જોકે, હાલની સિઝનમાં તે ફક્ત એક વખત જ અડધી સદી ફટકારી શક્યો છે. આથી પંત જ્યારે બ્રેક પછી પરત ફરશે તો તમામને તેની વિસ્ફોટક બેટિંગ જોવાની ઈચ્છા રહેશે.

આ પણ વાંચો: 
આ પણ જુઓ-

આઈપીએલમાં દિલ્હીનું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે દિલ્હીને મુંબઈના હાથ પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલ બીજા નંબર પર છે. દિલ્હીના ખાતામાં 10 અંક છે. દિલ્હીએ અત્યારસુધી સાતમાંછી પાંચ મેચ જીતી લીધી છે. આથી દિલ્હીને પ્લેઑફમાં પહોંચવામાં વધારે મુશ્કેલી નહીં નડે. મુંબઈના ખાતામાં પણ સાત મેંચમાં 10 અંક છે. મુંબઈ નેટ રનરેટ મામલામાં દિલ્હીથી આગળ છે.
Published by: Vinod Zankhaliya
First published: October 12, 2020, 9:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading